શિવ રુદ્રાભિષેક કર્મ ધર્મ શિવ મોક્ષ

રુદ્રાભિષેક એ ભગવાન શિવની પૂજાનો એક વિશેષ પ્રકાર છે. “રુદ્ર” એ ભગવાન શિવના ૧૧ નામોમાંનું એક છે, અને “અભિષેક”નો અર્થ “સ્નાન” થાય છે. આ પૂજામાં, શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ, ગુલાબજળ, અને અન્ય પવિત્ર દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે.

શિવ રુદ્રાભિષેક

રુદ્રાભિષેક મંત્ર બહુ નાનો પણ મોટી સિદ્ધિ આપનારો છે. મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ મંત્ર નો જાપ કરવા કહ્યું હતું અને બંને સાથે આ મંત્રનો જાપ કર્યો હતો.

આ અગિયાર શ્લોકને અગિયાર વાર કરવાથી 1 રુદ્રનું ફળ મળે છે. 111 વાર કરવાથી લઘુરુદ્ર નું ફળ મળે છે 1011 વાર કરવાથી એક અતિરુદ્ર નું ફળ મળે છે

“શિવ રુદ્રાભિષેક”

ૐ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ,

પશુનામપતયે નિત્યમ ઉગ્રાય ચ કપરદીને. |1|

મહાદેવાય ભીમાય ત્રયમ્બિકાય શિવાય ચ,

ઇશાનાય મખનધ્રાય નમસ્તે મખધાતીને. |2|

કુમાર ગુરુવે નિત્યમ નિલગ્રીવાય વેધસે,

વિલોહિતાય ધ્રુમાય વ્યાધિને ન પરાજિતે. |3 |

નિત્યમ નીલ શીખન્ડાય શૂલીને દિવ્ય ચક્ષુસે,

હંત્રે ગોત્રે ત્રીનેત્રાય વ્યાઘાય ચ સુરેતસે. |4|

અચીંત્યા યામબીકા ભત્રે સર્વ દેવ સ્તુતાય ચ,

વૃષભ ધ્વજાય મુંડાય જટીને બ્રહ્મ ચારીણે. |5|

તતપ્ માનાય સલિલે બ્રહ્મન્યાય જીતાય ચ,

વિશ્વાત્મને વિશ્વ સૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે. |6|

નમો નમસ્તે સત્યાય ભુતાનામ પ્રભવે નમઃ,

પંચ વકત્રાય શર્વાય, શંકરાય શિવાય ચ. |7|

નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનામ પતયે નમઃ,

નમો વિશ્વસ્ય પતયે, મહતાં પતયે નમઃ. |8|

નમઃ સહસ્ત્ર શીર્ષાય સહસ્ત્ર તુજ મન્યવે,

સહસ્ત્ર નેત્ર પાદાય નમઃ સંખ્યાય કર્મણે. |9|

નમો હિરણ્ય વર્ણાય, હિરણ્ય કવચાય ચ,

ભક્તોનુ કપીને નિત્યમ સિદ્ધતાં નો વરઃ પ્રભો. |10|

એવં સ્તુત્વા મહાદેવમ વાસુદેવહ સહારજુનઃ,

પ્રસાધ્યા માસ ભવં તદા શસ્ત્રોપ્તલબ્ધયે. |11|

રુદ્રાભિષેકના મહત્વ:

  • ભગવાન શિવની કૃપા મેળવવા માટે
  • મનોકામનાઓ પૂર્ણ કરવા માટે
  • પાપોનો નાશ કરવા માટે
  • કષ્ટો અને દુઃખોથી મુક્તિ મેળવવા માટે
  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે
  • ગૃહ શાંતિ અને સમૃદ્ધિ માટે

રુદ્રાભિષેક ક્યારે કરવો:

ભગવાન શિવ ખૂબ જ પોતાના ભક્તો પ્રત્યે ભોળા છે અને ભોળાનાથને રિઝવવા માટે કોઈ દિવસ રાત અને સમયની જરૂર નથી. તેમ છતાંય ભગવાન શિવની આરાધના માટે મહાશિવરાત્રી તથા સોમવાર શ્રાવણ મહિનામાં અને વિવિધ શુભ પ્રસંગોએ આપણે ભગવાન શિવને રુદ્રાભિષેક કરી શકીએ છીએ.

  • મહાશિવરાત્રી
  • સોમવાર
  • પ્રદોષ
  • શ્રાવણ મહિના
  • ગુરુવાર
  • અન્ય કોઈપણ શુભ દિવસ

રુદ્રાભિષેકની વિધિ:

રુદ્રાભિષેક એ ભગવાન શિવની પૂજાનો એક વિશેષ પ્રકાર છે જેમાં શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ, ગુલાબજળ અને અન્ય પવિત્ર દ્રવ્યોનો અભિષેક કરવામાં આવે છે.

રુદ્રાભિષેકની વિધિ ઘણા તબક્કાઓમાં કરવામાં આવે છે:

૧. પૂજાની સામગ્રી એકત્રિત કરવી:

  • શિવલિંગ
  • ગંગાજળ
  • દૂધ
  • દહીં
  • ઘી
  • મધ
  • ગુલાબજળ
  • ફૂલો
  • ફળો
  • મીઠાઈ
  • ધૂપ
  • દીવો
  • કપૂર
  • ચંદન
  • રોળી
  • અક્ષત
  • પંચામૃત
  • વસ્ત્ર
  • શણગારનો સામાન

૨. ગુરુ કે પુરોહિતની સહાયતા લેવી:

એક વખત તમે કોઈ ગુરુ બ્રાહ્મણ અથવા પૂરોહિતની સહાય લઈ શકો છો ત્યારબાદ જો તમે રોજ પ્રભુને અભિષેક કરવા માંગો છો. તો ધીરે-ધીરે તમામ વિધિ આપને પણ ખ્યાલ આવવા મળશે. રુદ્રાભિષેકની વિધિ ઘણી જટિલ હોય છે, તેથી ગુરુ કે પુરોહિતની સહાયતા લેવી શ્રેષ્ઠ છે.

૩. શિવ મંદિરમાં જઈને પૂજાની શરૂઆત કરવી:

  • ગુરુ કે પુરોહિત દ્વારા શુદ્ધિકરણ અને ગણેશ સ્થાપના કરવામાં આવશે.
  • ત્યારબાદ, શિવલિંગને સ્નાન કરાવવામાં આવશે.
  • પંચામૃત, ફૂલો, ફળો, મીઠાઈ, ધૂપ, દીવો, કપૂર, ચંદન, રોળી, અક્ષત, વસ્ત્ર અને શણગારનો સામાન અર્પણ કરવામાં આવશે.
  • ગુરુ કે પુરોહિત દ્વારા રુદ્ર મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરવામાં આવશે.
  • પૂર્ણાહુતિ કરવામાં આવશે.

૪. ભોજન પ્રસાદ:

રુદ્ર અભિષેક બાદ ભોજન એ કયા સમયે પ્રભુ નો અભિષેક કરીએ છે તેના પર આધાર રાખે છે મોટા ભાગે પૂજા પૂર્ણ થયા પછી, ભોજન અથવા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

શિવ રુદ્રાભિષેકનો સમય:

રુદ્રાભિષેકનો સમય સામાન્ય રીતે ૨ થી ૪ કલાકનો હોય છે.

શિવ રુદ્રાભિષેકનો ખર્ચ:

આમ જોઈએ તો બહુ જાજો ખર્ચ નથી થતો ભગવાન જીવના રુદ્રાભિષેકમાં તેમ છતાં રુદ્રાભિષેકનો ખર્ચ પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને ગુરુ કે પુરોહિતની દક્ષિણા પર આધાર રાખે છે.

રુદ્રાભિષેકના ફાયદા:

હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન શિવને રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે. પાપોનો નાશ થાય છે. કષ્ટો અને દુઃખોથી મુક્તિ મળે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. ગૃહ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

  • ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
  • મનોકામનાઓ પૂર્ણ થાય છે.
  • પાપોનો નાશ થાય છે.
  • કષ્ટો અને દુઃખોથી મુક્તિ મળે છે.
  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
  • ગૃહ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Leave a Comment