YouTube એ વિશ્વનું સૌથી મોટું વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ છે, જ્યાં દરરોજ અબજો કલાકો વિડિઓ જોવામાં આવે છે. આજના ડિજિટલ યુગમાં, યુટ્યુબ માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પણ કમાણીનો સ્ત્રોત પણ બની ગયું છે. લાખો લોકો યુટ્યુબ પર વિડિઓ બનાવીને અને અપલોડ કરીને પૈસા કમાય છે. જો તમારી પાસે સામાન્ય સમજણ છે અને સતત કામ કરવાની શક્તિ છે. તો તમે પણ યુટ્યુબ પરથી પૈસા કમાઈ શકો છો.
યુટ્યુબ અને તેનાથી કમાણી કેવી રીતે કરવી How to Earn Money From Youtube in Gujarati
આજના સમયમાં youtube પરથી લોકો ફક્ત એક વિડીયો દ્વારા જ એક એક કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. અને આ એક સત્ય હકીકત છે. પરંતુ એના માટે ખૂબ જ લાંબો સમય આપવો પડે છે. જેમ ઝાડને મોટું થતા સમય લાગે છે એવી જ રીતે.
એક Google એકાઉન્ટ બનાવવું પડશે.
Google એકાઉન્ટ એટલે કે તમે gmail માં જે એકાઉન્ટ વાપરો છો એનું જ નામ છે google એકાઉન્ટ. આ google એકાઉન્ટ દ્વારા તમે ઘણા બધા google ના પ્રોડક્ટ નો એક્સેસ મેળવી શકો છો જેમાં youtube ની ચેનલ બનાવી શકો છો.
YouTube એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અથવા YouTube વેબસાઇટ ખોલવી પડશે.
જો તમારે youtube નો ઉપયોગ કરવો છે તું એના માટે ફોનમાં play store દ્વારા youtube ની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. અથવા તેની ઓફિશિયલ વેબસાઈટ www.youtube.com પર જઈને વીડિયો જોઈ શકો છો.
સૌપ્રથમ કયા પ્રકારનો વિડીયો બનાવવો છે આપને એ સર્ચ કરીને જુઓ લોકો શું કરે છે.
જો તો મારે youtube ચેનલ બનાવવી છે. તો કયા પ્રકારનો વિડીયો તમે બનાવવામાંગો છો એ સૌ પ્રથમ જે કંઈ પણ મગજમાં આવે એ youtube ના સર્ચ બારમાં લખી દો. કોઈપણ ભાષા હોય હિન્દી અંગ્રેજી ગુજરાતી જે ભાષામાં બનાવવો છે એ ભાષામાં સર્ચ કરીને જુઓ ત્યારબાદ અંદાજો લગાવો શું હું આ પ્રકારનો વિડીયો બનાવી શકીશ એક શરૂઆત કરો.
તમે ચેનલોને સબ્સ્ક્રાઇબ કરી શકો છો જેથી તમને તેમના નવા વિડિઓની સૂચના મળે.
તમને ઉપયોગી લાગતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તેની ઘંટડી પણ દબાવો એનું કારણ કે જે તે ચેનલનો વિડીયો જેવો તે વ્યક્તિ અપલોડ કરશે એ તમને દેખાય આવશે.
તમે વિડિઓ પર કોમેન્ટ કરી શકો છો અને લાઈક કરી શકો છો.
આપણે અવારનવાર જોતા હોઈએ છીએ લોકો કહે છે કમેન્ટ કરો લાઈક કરો એનું કારણ એક જ છે એનાથી google અને youtube ના અલગો રીધમ એટલે કે સિસ્ટમને ખબર પડે છે કે આ વિડીયો લોકોને વધારે પસંદ આવે છે. તેના કારણે એ વિડિયો વધારે આગળ વધે છે અને લોકોને વધુ જોવા મળે છે અને અહીંથી જ કમાણી શરૂ થાય છે.
YouTube પર વિડિઓ અપલોડ કરવા માટે:
Youtube પર વીડિયો અપલોડ કરવો એ કોઈ મોટી વાત નથી એક સામાન્ય વ્યક્તિ પણ એ કરી શકે છે. જેવી રીતે તમે બીજા સોશિયલ મીડિયામાં પોતાના ફોટા મૂકો છો એવી જ રીતે આપણે વિડીયો મુકવાનો છે પરંતુ થોડું શીખવાનું છે.
તમારે YouTube એકાઉન્ટમાં સાઇન ઇન કરવું પડશે.
Youtube પર હંમેશા વિડીયો અપલોડ કરતા પહેલા તમારે લોગીન કરવું જરૂરી છે એટલે કે જે તે google એકાઉન્ટ થી તમે તમારું જીમેલ એકાઉન્ટ લોગીન કર્યું છે એનાથી જ થઈ જશે.
“Create” બટન પર ક્લિક કરો અને “Upload Video” પસંદ કરો.
જેવું તમે youtube ખોલશો એટલે નીચે જ ખૂણામાં ઓપ્શન હશે સરવાળાની નિશાનીનો તેના પર દબાવવાથી તમારા ફોન અથવા કોમ્પ્યુટરમાં સેવ વીડીયો દેખાશે.
તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલ માંથી વિડિઓ ફાઇલ પસંદ કરો.
તમારા કમ્પ્યુટર અથવા ફોનમાં જે વિડિયો પસંદ હોય એને સિલેક્ટ કરો ત્યારબાદ તે અપલોડ થવાનું શરૂ થઈ જશે.
વિડિઓ શીર્ષક, વર્ણન અને ટૅગ્સ ઉમેરો.
વિડીયો અપલોડ થઈ ગયા બાદ વિડીયો અને યોગ્ય ટાઇટલ આપો સેના વિશે આ વિડિયો છે અને લોકો સર્ચ શું કરશે તે ધ્યાનમાં રાખીને તેનો ટાઈટલ આપો એટલે કે શીર્ષક. ત્યારબાદ નીચે ડિસ્ક્રિપ્શન લખો વીડિયોમાં શું શું બાબતો તમે દર્શાવી છે. એના અનુરૂપ ટેગ લખો.
વિડિઓ ને જાહેરમાં મુકવો છે કે પછી પ્રાઇવેટ રાખવો છે એ સેટિંગ ઓકે કરો
આટલું કર્યા બાદ નીચે ઓપ્શન હશે કે વિડિયો ને તમે પ્રાઇવેટ રાખવા માંગો છો કે જાહેરમાં બધા જોવે એ કરવા માંગો છો તો જાહેરમાં બતાવવા માંગતા હોય તો પબ્લિક ઓપ્શન સિલેક્ટ કરો.
“Publish” બટન પર ક્લિક કરો.
ઉતરી તમામ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ વીડિયોને લોકો સુધી બતાવવા માટે પબ્લિશ બટન પર ક્લિક કરો એટલે વિડીયો સમગ્ર youtube માં આખી દુનિયા જોઈ શકશે.
YouTube પર પૈસા કમાવવા માટે:
Youtube પર ચેનલ તો બનાવી નાખી છે પરંતુ એમ પૈસા નહીં મળે પહેલા થોડો સંઘર્ષ કરવો પડશે બને ત્યાં સુધી પોતાના બનાવેલા જ વિડીયો અપલોડ કરો બીજાના વિડીયો ઉઠાવીને ના મૂકો આનો કોઈ ફાયદો નહીં થાય એક સમય પછી એ ચેનલ પર જો કોઈએ કોપી રાઈટ સ્ટ્રાઈક આપી તો તમારી મહેનત નકામી જશે. એટલે જ શરૂઆતથી યોગ્ય પ્લાનિંગ થી પોતાનો વિડીયો બનાવો જેમાં તમે ખુદ તેને શૂટ કર્યો હોય.
તમારે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) માં જોડાવું પડશે.
Youtube માં પૈસા કમાવવા માટે તેના પાર્ટનર પ્રોગ્રામમાં રજીસ્ટર થવું પડે છે જે જેના નિયમો છે એ નિયમો પ્રમાણે જો તમારી ચેનલ હોય તો તમે આ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો.
તમારી ચેનલ પર ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ અને પાછલા 12 મહિનામાં 4,000 કલાક લોકોએ આપનો વિડીયો જોયેલા હોવા જોઈએ.
સંપૂર્ણ youtube પાર્ટનર પ્રોગ્રામમાં જોડાવા માટે તમારી ચેનલ પર ઓછામાં ઓછા 1000 સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે અને પાછલા બાર મહિનાની અંદર ત્રણ વિડીયો અપલોડ કરેલા હોવા જોઈએ. સાથે સાથે તમામ વીડિયોને લોકોએ ટોટલ 4,000 કલાક જોયેલા હશે તો તમે youtube પાર્ટનર પ્રોગ્રામમાં ભાગ લઈ શકશો.
તમે તમારા વિડિઓ પર જાહેરાતો દર્શાવી શકો છો, પ્રાયોજિત સામગ્રી બનાવી શકો છો, ચેનલ સભ્યપદ શરૂ કરી શકો છો, ડિજિટલ ઉત્પાદનો વેચી શકો છો, અથવા માર્કેટિંગ કરી શકો છો.
જો youtube પાર્ટનર પ્રોગ્રામમાં તમારો સમાવેશ થઈ જાય છે તો તમે અલગ અલગ રીતે તેમાં એડવર્ટાઇઝ કરી શકશો જે એડવર્ટાઇઝ youtube પોતાની રીતે જ તમારી ચેનલ પર મૂકે છે. આ સિવાય તમે પોતાનો પ્રાઇવેટ સબસ્ક્રાઇબ બેઝ બનાવી શકો છો જેના લોકો જો સબ્સ્ક્રાઇબ કરે તો તેમને અલગ ચાર્જ દેવાનો રહેશે. તથા વિડીયો ડિસ્ક્રિપ્શન માં તમે વિવિધ માર્કેટિંગ કરી શકો છો તથા પોતાના વીડિયોમાં પણ માર્કેટિંગ કરી શકો છો.
YouTube પર સફળ થવા માટે:
Youtube પર સફળ થવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે અહીં આ લેખમાં તમને જો પહેલેથી જ અમે ઉંચા સપના બતાવી દઈએ તો તમે શરૂઆતથી જ નિરાશ થઈ જશો એક વર્ષનો સમય આપો. શુદ્ધ પોતાનો વિચારવાળો વિડીયો બનાવો ચેનલ બનાવો અને આગળ વધો એક વાત હંમેશા યાદ રાખજો. જાણો છો તેમના દસ વર્ષના અનુભવ પ્રમાણે ક્યારે પણ બીજાના વિડીયો ઉઠાવીને ના મૂકો. ખુદ એક શરૂઆત કરો આમાં કોઈ રોકાણ છે નહીં.
ગુણવંત વાળા સારા વિડીયો બનાવો
ગુણવત્તાવાળા સારા વિડીયો એટલે કે ધારો કે તમે કોઈ કુકિંગ ચેનલ બનાવવી છે કુકિંગ ચેનલ એટલે કે ખાવાનું બનાવવાની વિવિધ રીતો ની ચેનલ બનાવી છે તો જાતે જ દેખાવાનું બનાવો તમારો અનુભવ લોકોને પીરસો જો લોકોને તમારી વાનગી પસંદ આવશે તો ધીરે ધીરે જરૂર તમે આગળ વધશો.
સતત વિડિઓ અપલોડ કરો.
મોટાભાગના લોકો પોતાની youtube ની સફરમાં એક થી બે વિડીયો બનાવીને મૂકી દે છે જેનો કોઈ ફાયદો નથી. એક પ્રોપર ચાર્ટ તૈયાર કરો અને બને ત્યાં સુધી રોજનું એક વિડીયો અથવા તો બે વિડિયો બનાવવાનો સંકલ્પ લો અને આગળ વધો જો તમે આ નિયમ એક વર્ષ સુધી પાડો છો તો જાણો છો ને ગેરંટી છે તમે સો ટકા 2025 સુધીમાં એક સફળ યુટ્યુબર હશો.
તમારા પ્રેક્ષકો સાથે જોડાઓ અને તેમની ટિપ્પણીઓનો જવાબ આપો.
જ્યારે તમારા વિડીયો વાયરલ થાય છે ત્યારે લોકો કમેન્ટ કરે છે વિવિધ બાબતો પર તેમને યોગ્ય જવાબ આપો અને તમારા ચાહકોને એવું હંમેશા યાદ રખાવો કે સર્વ પ્રથમ એ જ છે તેમના દરેક પ્રશ્નોનો હલ એટલે કે વાનગીની ચેનલ છે તો કોઈ પૂછે પનીર ટીકાની વાનગી કઈ રીતે બનાવવી? તો તેનો યોગ્ય ઉત્તર આપો કે હું ટૂંક સમયમાં બનાવી રહી છું તમે અમારી સાથે ચેનલ સાથે જોડાયેલા રહો.
SEO (Search Engine Optimization) ટેકનિકનો ઉપયોગ કરો જેથી તમારા વિડિઓ શોધ પરિણામોમાં ઉચ્ચ ક્રમે આવે.
એસઈઓ આ એક એવી વાત છે જે કોઈ કહેતું નથી આના વગર તમારો વિડીયો ભાગ્યે જ વાયરલ થઈ શકે છે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો લોકો શું સર્ચ કરે છે ઇન્ટરનેટ પર આ વસ્તુ તમે સમજી ગયા એટલે તમે એસઈઓ સમજી ગયા.
તમે ખુદ જ્યારે કંઈ સર્ચ કરો છો તો શું લખો છો તમે જે લખો છો એના અંદાજથી જ આગળ વધો ધારો કે કોઈ સર્ચ કરે છે youtube પર તો સીધું લખે છે કિંજલ દવેના ગીત કિંજલ દવેના ગીત આવે છે એ જ રીતે વિચારો તમે જે તે ચેનલ બનાવો છો એના વિશે એ વિડિયો વિશે લોકો શું સર્ચ કરે છે એ પ્રમાણે આગળ વધો.
સોશિયલ મીડિયા પર તમારા વિડિઓનો પ્રચાર કરો.
સોશિયલ મીડિયામાં તમારા વિડીયો ની લીંક મૂકી શકો છો તમે પરંતુ જાણો છો ના અનુભવ પ્રમાણે ક્યારે તમારી લીંક ના મૂકો પોતાના સોશિયલ મીડિયામા મોટાભાગના લોકો પોતાનો પ્રથમ વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં facebook અને whatsapp માં લીંક મૂકી દે છે તેના કારણે થાય છે એવું તમારા ગ્રુપમાં દરેક લોકોને પનીર ટીક્કા ની રેસીપી જોવામાં રસ ના હોય જો તેમને રસ નથી તો તેઓ વીડિયો ફક્ત ખોલીને બંધ કરી દેશે જેને રસ હશે તે જોશે પરંતુ એના ચાન્સ ખૂબ જ ઓછા છે. તું શરૂઆતમાં સોશિયલ મીડિયામાં લીંક ના મૂકો ફક્ત ને ફક્ત પોતાના વિડીયો પર ધ્યાન આપો.