Ipl 2023: 11 ની જગ્યાએ 15 ખેલાડીઓ રમશે મેચ જાણો ipl નો આ નવો નિયમ

જેવી રીતે વિશ્વભારમાં ફૂટબોલ ફેમસ છે. એવી જ રીતે ભારતીય ક્રિકેટના દિવાના છે. તેમજ ક્રિકેટની મોટામાં મોટી લીગ એટલે કે આઇપીએલ આવી રહી છે જેના સ્પોન્સર છે રતન ટાટા, દર વખતે મોટાભાગે ipl માં vivo નું નામ જોડાતું હોય છે પરંતુ આ વખતે ટાટા આઇપીએલ 2023 રમાશે.

Ipl માં આ વખતે એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે જેનું નામ છે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ આ નિયમમાં મેચ રમતી વખતે 11 ની જગ્યાએ 15 ખેલાડીઓ જોવા મળશે.

ઇમ્પેક્ટ પ્લેયર નો આ પ્રકારનો નિયમ વિવિધ અન્ય ગેમો જેવી કે ફૂટબોલ અને હોકી માં હોય છે. બીસીસીઆઇએ અન નિર્ણય લેતા પહેલા રાજ્ય કક્ષાની ક્રિકેટ મેચોમાં પહેલા આ નિયમનો અનુકરણ કર્યું હતું તેમાં સત્તાવાર રીતે યોગ્ય સાબિત થતા આ નિર્ણયને ipl માં આ વખતે એટલે કે tata ipl 2023 માં ઉપયોગમાં લેવામાં આવશે.

મેચ પર ગ્રાઉન્ડમાં પહેલાની જેમ 11 ખેલાડીઓ જ હશે પરંતુ 11 ની જાહેરાત કરતી વખતે કેપ્ટનને અન્ય ચાર ખેલાડીઓ ના નામ આપવા પડશે જેવો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ગ્રાઉન્ડમાં ઉતરી શકે છે. પરંતુ ચારમાંથી ફક્ત એક ખેલાડી જ ગ્રાઉન્ડ પર આવશે જ્યારે પ્લેઇંગ ઇલેવન માંથી એક ખેલાડી ગ્રાઉન્ડની બહાર જશે આ રીતે રમશે તો ટોટલ 11 જ ખેલાડી.

મેચ રમતી વખતે 14 ઓવર પૂરી થાય તે પહેલા ઇમ્પેક્ટ ખેલાડીને જો બોલાવવો હોય તો પહેલા કોઈપણ એમ્પાયર ને જાણ કરવી પડશે 14 ઓવર પછી કોઈપણ ઈમ્પેક્ટ ખેલાડીને બોલાવી શકાશે નહીં.

મેચ 20 ઓવરની હોય ત્યારે ઇમ્પેક્ટ પ્લેયર ને બોલાવી શકાશે જો કોઈ કારણસર મેચ 10 ઓવરની થાય છે તો ઇમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ થતો નથી.

કોઈપણ ઇમ્પેક્ટ પ્લેયર મેચ ની કેપ્ટનશીપ કરી શકશે નહીં. ઇમ્પેક્ટ પ્લેયર બેટિંગ તથા બોલિંગ કરી શકે છે.

Leave a Comment