જ્યોતિર્લિંગ એટલે “પ્રકાશનું લિંગ” અથવા “સ્વયંભૂ શિવલિંગ”. જ્યોતિર્લિંગ વિશે ઘણી ગેર માન્યતાઓ હતી જે સંસ્કૃતનું અન્ય ભાષામાં રૂપાંતર કરવામાં આ સમજણ હતી. શિવજીનો અંશ એટલે શિવલિંગ શિવજી 12 જ્યોતિર્લિંગો સૌથી પવિત્ર સ્થળો માનવામાં આવે છે. જ્યાં ભગવાન શિવ સ્વયંભૂ (સ્વયં-પ્રગટ) લિંગમાં બિરાજમાન છે.
12 જ્યોતિર્લિંગના નામ અને તેમનું સ્થાન:12 jyotirlinga name and place list
ભગવાન શિવના જ્યોતિર્લિંગ એ ભગવાન શિવની સૌથી મોટી ઉત્પત્તિ માનવામાં આવે છે. ભગવાન શિવના બે જ્યોતિર્લિંગ ગુજરાતમાં જ આવેલા છે. જ્યારે મધ્યપ્રદેશમાં બે આંધ્રપ્રદેશમાં એક ઉતરાખંડમાં એક મહારાષ્ટ્રમાં ત્રણ તમિલનાડુમાં એક ઝારખંડમાં એક જ્યારે એક ઉત્તર પ્રદેશ માં આવેલું છે આમ ટોટલ બાર જ્યોતિર્લિંગ પ્રભુ શિવના માનવામાં આવે છે.
- સોમનાથ, ગુજરાત
- મલ્લિકાર્જુન, આંધ્ર પ્રદેશ
- મહાકાલેશ્વર, મધ્ય પ્રદેશ
- ઓમકારેશ્વર, મધ્ય પ્રદેશ
- કેદારનાથ, ઉત્તરાખંડ
- ભીમાશંકર, મહારાષ્ટ્ર
- વિશ્વનાથ, ઉત્તર પ્રદેશ
- ત્ર્યંબકેશ્વર, મહારાષ્ટ્ર
- વૈદ્યનાથ, ઝારખંડ
- નાગેશ્વર, ગુજરાત
- રામેશ્વરમ, તમિલનાડુ
- ઘુશ્મેશ્વર, મહારાષ્ટ્ર
ભગવાન શિવના દરેક જ્યોતિર્લિંગ સાથે પૌરાણિક કથાઓ અને દંતકથાઓ સંકળાયેલી છે:
- સોમનાથ: ચંદ્ર દ્વારા સ્થાપના
- મલ્લિકાર્જુન: ભગવાન શિવ અને પાર્વતીના લગ્નની યાદમાં સ્થાપના
- મહાકાલેશ્વર: ભગવાન શિવ દ્વારા રાક્ષસ દૂર કરવા માટે સ્થાપના
- ઓમકારેશ્વર: ઓમના આકારમાં નર્મદા નદી વહે છે
- કેદારનાથ: ભગવાન શિવના મસ્તકનું સ્થાન
- ભીમાશંકર: ભગવાન શિવના ગળાનું સ્થાન
- વિશ્વનાથ: કાશી (વારાણસી) શહેરનું રક્ષક
- ત્ર્યંબકેશ્વર: ગંગા નદીનું ઉદગમ સ્થાન
- વૈદ્યનાથ: ભગવાન શિવના રોગોનો નાશ કરનાર સ્વરૂપ
- નાગેશ્વર: ભગવાન શિવના નાગના સ્વરૂપ
- રામેશ્વરમ: રામેશ્વરમ ટાપુ પર સ્થાપના
- ઘુશ્મેશ્વર: ભગવાન શિવના ઘુશ્મા નામના ભક્તની યાદમાં સ્થાપના
જ્યોતિર્લિંગો હિન્દુઓ માટે મહત્વપૂર્ણ તીર્થસ્થાનો છે. દર વર્ષે લાખો ભક્તો આ જ્યોતિર્લિંગોના દર્શન કરવા માટે આવે છે.