કોમ્પ્યુટર ની ખોજ કોણે કરી એ સવાલનો જવાબ સીધે સીધો ના મળી શકે. કારણ કે કમ્પ્યુટર એક મશીન જ નથી. એની અંદર ઘણા બધા પાર્ટ આવે છે. જેમકે માઉસ કીબોર્ડ તથા કોમ્પ્યુટરની મેમરી એમાં પણ રેમ એટલે કે કમ્પ્યુટરનો મગજ. જેમાં અલગ અલગ સમયે અલગ અલગ ખોજ થઈ છે.
કમ્પ્યુટરને શોધ કોણે અને ક્યારે કરી
કોમ્પ્યુટર ની શોધ 19 મી સદીમાં ગણિતના એક પ્રોફેસર ચાર્લ્સ બેગે એ કરી હતી. ચાર્લ્સ બેગેને કોમ્પ્યુટરના પિતા માનવામાં આવે છે. એટલે કે ફાધર ઓફ કોમ્પ્યુટર.
પહેલાના સમયમાં કોમ્પ્યુટર આજની જેમ એક નાના ડબ્બા સમાન નહોતા. વહેલા ના કોમ્પ્યુટર એક રૂમ જેટલા વિશાળ કાઈ હતા. જેને ઠંડા રાખવા માટે ઠંડા તાપમાનની પણ જરૂર પડતી હતી.
ચાર્લ્સ બેગે એનાલિટિકલ એન્જિન ની ડિઝાઇન થી એક અલગ પ્રકારનો ઓટોમેટીક કેલ્ક્યુલેટર બનાવ્યું હતું. . જેને હાલના સમયમાં મોર્ડન કમ્પ્યુટર એટલે કે ફ્રેમ વર્ક તરીકે માનવામાં આવે છે.
ઈસવીસન 1822 માં બ્રિટિશ ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેગે એ પહેલા સ્ટીમ પાવર થી ચાલતું ગાણિતિક કેલ્ક્યુલેટર બનાવ્યું હતું. . જેનું તેમણે નામ આપ્યું હતું “ડિફરન્સ એન્જિન” અને “ડિફરન્સીયલ એન્જિન’.
આ એક સામાન્ય કેલ્ક્યુલેટર કરતા એક વિશેષ કેલ્ક્યુલેટર હતું. જે એક સાથે ઘણા બધા નંબર નો હિસાબ કરી શકતું હતું. એની સાથે તેની હાર્ડ કોપી પણ કાઢી આપતું હતું.
આ સમયના કમ્પ્યુટર સ્ટીમ એન્જિન થી ચાલતા હતા. ત્યાર બાદ ધીમે ધીમે વીજળી થી ચાલતા કોમ્પ્યુટર બન્યા.
વીજળી થી ચાલતા પહેલા કમ્પ્યુટર ની શોધ કોણે કરી
જહોન વિન્સેન્ટ એટનાસોફ્ જેમણે દુનિયાના સૌથી પહેલા ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર નો આવિષ્કાર કર્યો હતો.