ભારતીય ક્રિકેટરો આધુનિક યુગમાં સેલિબ્રિટી કરતાં પણ વધારે લોકપ્રિય બની ગયા છે. અત્યારની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પણ લાખો ચાહકો બની ગયા છે. કેટલાક ભારતીય ક્રિકેટરો અવારનવાર ટેલિવિઝન પર ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો માટે દેખાઈ આવે છે.
ભારતમાં દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) મેચ રમાઇ છે. ત્યારે IPL જોવા માટે તેમનાં ચાહકો ઉમટી પડે છે. જેના કારણે કેટલાક ભારતીય ક્રિકેટરો બોલિવૂડ અભિનેતા કરતા પણ વધારે લોકપ્રિયતા ધરાવે છે. ત્યારે તેમાંથી કેટલાકની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે. વર્ષોથી કેટલાક ભારતીય ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે પ્રેમ સંબંધ બની રહ્યા છે અને આખરે લગ્નનાં બંધનમાં બંધાઈ છે. આપડે વાત કરીએ એવા જ કેટલાક ભારતીય ક્રિકેટરો અને બોલીવુડ સ્ટારની જે લગ્નનાં બંધનમાં બંધાયા છે.
1. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
પૂર્વ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ બોલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે. તેણે 11 ડિસેમ્બર, 2017 નાં રોજ અનુષ્કા શર્મા સાથે ઇટલીમાં લગ્ન કર્યા હતા. આ દંપતીનાં ઘરે 11 જાન્યુઆરી, 2021નાં રોજ દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ વામિકા રાખ્યું છે.
2. મનસુર અલી ખાન અને શર્મિલા ટાગોર
નવાબ મોહમ્મદ મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા. તેમને 27 ડિસેમ્બર, 1968 નાં રોજ બોલીવુડ સ્ટાર શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા. એમને એક પુત્ર સૈફ અલી ખાન અને બે પુત્રીઓ સોહા અલી ખાન અને સબા અલી ખાન.
3. મોહમ્મદ અઝરૂદ્દીન ખાન અને સંગીતા બિજલાની
મોહમ્મદ અઝહરુદ્દીન ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે. મોહમ્મદ અઝરૂદ્દીન ખાન અને સંગીતા બિજલાનીએ 14 નવેમ્બર,1996 નાં રોજ લગ્ન કર્યા હતા.
4. ઝાહિર ખાન અને સાગરીકા ઘાટકે
ઇન્ડિયન નેશનલ ટીમના ક્રિકેટર ઝાહિર ખાન અને બોલીવુડ સ્ટાર સાગરિકા ઘાટકેએ 23 નવેમ્બર, 2017 નાં રોજ લગ્નનાં બંધનમાં બંધાયા હતા.
5. હરભજન સિંઘ અને ગીતા બસરા
ઇન્ડિયન ઇન્ટનેશનલના ટીમના ક્રિકેટર હરભજન સિંઘ અને ગીતા બસરા એ 29 ઓક્ટોબર, 2015 નાં રોજ લગ્ન નાં બંધનમાં બંધાયા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
6. યુવરાજ સિંહ અને હેઝલ કીચ
ઇન્ડિયન ઇન્ટનેશનલના ટીમના ઓલ રાઉન્ડર પ્લેયર યુવરાજ સિંહએ 30 નવેમ્બર, 2016 નાં રોજ બોલીવુડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે.
7. હાર્દિક પંડ્યા અને નતાશા
ઇન્ડિયન ઇન્ટનેશનલના ટીમના ઓલ રાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી, 2020 નાં રોજ નતાશા સાથે સગાઈ કરી લીધી હતી. ત્યારબાદ તેમને પરિવાર સાથે રહીને ઘરે જ લગ્ન કરી લીધાં હતાં. ત્યારબાદ નતાશાએ 30 જુલાઈ, 2020 નાં રોજ પુત્રનો જન્મ આપ્યો હતો. જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું છે.
8. મનોજ પ્રભાકર અને ફરહીન ખાન
ઇન્ડિયન ક્રિકેટર અને કોચ મનોજ પ્રભાકર અને બોલીવુડ સ્ટાર ફરહીન ખાને લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે – રાહિલ અને મનવશ.
9. કે એલ રાહુલ અને આથિયા શેટ્ટી
ઇન્ડિયન ઇન્ટનેશનલના ટીમના ક્રિકેટર અને હાલમાં વાઇસ કેપ્ટન કે એલ રાહુલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેને 23 જાન્યુઆરી, 2023 નાં તેમની સુંદર ગર્લફ્રેન્ડ અને બોલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.