પાંચ લોકોની કંપની હીડનબર્ગ ના અદાણી પરના રિપોર્ટ પર કોંગ્રેસનો પ્રચંડ વિરોધ

હેડનબર્ગ કંપનીએ અદાણી ગ્રુપ પર શેરને મેન્યુકેશન એટલે કે પોતાના ધાર્યા પ્રમાણે ઉપર નીચે કરવા ના આરોપ લગાવ્યા છે.

ગૌતમ અદાણી

અહેવાલોનું માનીએ તો હેડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને લગભગ દસ દિવસમાં આઠ લાખ કરોડ રૂપિયા નું નુકસાન થઈ ચૂક્યું છે. તેની જ સાથે અદાણી ગ્રુપને હિડનબર્ગ રિપોર્ટ દ્વારા પૂછવામાં આવેલા મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપ્યા અને સાથે વોર્નિંગ આપી કહ્યું કે જો તમે કઈ ખોટા આરોપો લગાડશો તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું

જેના પ્રત્યુતરમાં હિડનબગે જવાબ આપ્યો તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો તમે કાર્યવાહી કરશો તો અમને પણ મજા આવશે કોર્ટમાં તમારી પાસે જે પુરાવા નથી મળ્યા તે કાયદાકીય રીતે માંગવાની.

ઓફિસિયલન પાંચ લોકોની કંપની દર્શાવતી હિડન બર્ગે અદાણીના સંપૂર્ણ સામ્રાજ્યને હચમચાવી દીધું છે એક સપ્તાહ પહેલા અદાણી દુનિયાના સૌથી અમીરોની યાદીમાં પહેલા બીજા તથા ત્રીજા નંબરો સુધી રહેલા છે. હાલ તેઓ વિશ્વના ટોપ ટેન અમીરો માંથી બહાર થઈ ગયા છે.

હીડનબર્ગના રિપોર્ટ બાદ સંસદમાં તેમજ સમગ્ર દેશમાં વિરોધ પક્ષ તથા કોંગ્રેસે પ્રચંડ વિરોધ દર્શાવ્યો છે કોંગ્રેસે વિવિધ જગ્યાઓ પર રેલીઓ કાઢી પોતાનો વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે.

Leave a Comment