શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે પ્રથમ સપ્તાહમાં આશ્ચર્યજનક રેકોર્ડ બનાવ્યો, અહીં તેણે કેટલી કમાણી કરી તે જાણો….
શાહરૂખ ખાનની જાસૂસ-થ્રિલર ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ તોડી રહી છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેનું માત્ર એક જ કારણ છે કે શાહરૂખ ખાન ચાર વર્ષના લાંબા વિરામ પછી ફિલ્મ પઠાણ સાથે સિનેમાઘરોમાં પાછો ફર્યો.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત પઠાણ ફિલ્મ પાંચ દિવસમાં ચારવાર 50 કરોડનો આકડો પાર કરી ચોથી વખત અડધી સદી ફટકારવામાં સફળ રહી. ભારતભરમાં બોક્સ ઓફિસ પર પઠાણ ફિલ્મએ પાચમાં દિવસે 62 કરોડની નેટ કમાણી કરી છે. જ્યારે રવિવારનાં દિવસે વિશ્વભરમાં 110 થી 125 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ અત્યાર સુધીમાં રૂ. 300 કરોડના આંકડાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર પઠાણ ફિલ્મએ અત્યાર સુધીમાં ભારતભરના બોક્સ ઓફિસ ઉપર 282 કરોડની નેટ કમાણી કરી છે.
શાહરૂખ ખાનનાં ચાહકો ભારતભરમાં તો છે, પરંતુ વિશ્વભરનાં બોક્સ ઓફિસ ઉપર આંકડા જોઈને અનુમાન લગાવી શકાય કે દુનિયાના અન્ય દેશોમાં પણ તેમનાં ચાહકો ઘણાં છે અને તે લોકોએ પણ ફિલ્મ પઠાણનું ઉત્સાહ અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. તમને વાત કરીએ તો ફિલ્મ પઠાણે પાચમાં દિવસે વિશ્વભરમાં 500 કરોડનો જાદુઈ આંકડો પાર કર્યો છે. અહેવાલો મુજબ વાત કરીએ તો પઠાણ ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 535.50 કરોડ પાર પોહચી ગયું છે. પઠાણ એક ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મ બની છે.
દિવસ તારીખ ભારતમાં નેટ કમાણી
1 25-1-23 ₹ 57 cr
2 26-1-23 ₹ 70 cr
3 27-1-23 ₹ 39 cr
4 28-1-23 ₹ 53 cr
5 29-1-23 ₹ 62 cr
શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ પઠાણે YRF(યશ રાજ ફિલ્મ પ્રોડક્શન)ની બ્લોકબસ્ટર પરંપરા પણ અકબંધ રાખી છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ફિલ્મ પઠાણમાં અન્ય સાથી કલાકારો આશુતોષ રાણા, ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ એક કેમિયો કરી રહ્યો જોવા મળે છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીનાં રોજ વિશ્વભરમાં 8000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. જેમાં 5500 સ્ક્રીનો સમગ્ર ભારતમાં અને 2500 સ્ક્રીનો બાકીનાં અન્ય દેશોમાં પ્રદશિત કરવામાં આવી છે. પરંતુ ચાહકોનો ઉત્સાહ જોઈને તે જ દિવસે 300 જેવા શો વધારવામાં આવ્યા હતા. આ ફિલ્મ 260 કરોડના આસપાસ સર્વસમાવેશક બજેટમાં બનવાનો અંદાજ છે. આ બજેટમાં તમામ સ્ટાર્સ માટે પગારનો ખર્ચ અને ફિલ્મનો પ્રમોશન ખર્ચનો પણ સમાવેશ થાય છે.