તાજેતર કેટરિના કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બહેન ઇસાબેલ સાથે એક તસવીર શેર કરી હતી અને બહેનને 32 માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
ઇસાબેલ કૈફ પણ કેટરિના કૈફની જેમ જ એક કુશળ અભિનેત્રી છે. ઇસાબેલા કૈફ આજે 32 વર્ષની થઈ છે. તેનો જન્મ 6 જાન્યુઆરી, 1991 માં હોંગકોંગમાં થયો છે. કેટરિના કૈફે શેર કરેલી તસવીરમાં એકબીજાની એકદમ નજીક ઊભા જોવા મળે છે. તસવીરમાં દીવાલ પર એક હેપ્પી બર્થ ડેનું બેનર પણ પર લગાવવામાં આવ્યું છે અને તેની સાથે બેકગ્રાઉન્ડમાં કાળા અને કેસરી ફુગ્ગાઓ લગાવેલા જોવા મળે છે.
કેટરિના કૈફે શેર કરેલી તસવીરમાં ઈસાબેલ કૈફે સ્લીવલેસ બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે અને કેટરિના કૈફ પ્રિન્ટેડ પીળો સિલ્ક ડ્રેસ પહેર્યો જોવા મળે છે. બંને અભિનેત્રીઓએ સ્વીટ સ્માઇલ સાથે મસ્ત પોઝ આપ્યો છે, જ્યાં કેટરિના કૈફે એક નાનકડું કૅપ્શન ઉમેર્યું હતું કે, “It’s iszeeeeeeeeeee Happy birthday.”
અભિનેતા વિકી કૌશલે પણ કેટરિના બહેનને શુભેચ્છા પાઠવી અને તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પર ઈસાબેલ કૈફની એક સુંદર તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “હેપ્પી બર્થડે ઈસ્સી, વિશ યુ ફુલ અ યર ઓફ લવ, હાસ્ય, અને સારું સ્વાસ્થ્ય.” જ્યારે વિકી કૌશલનો ભાઈ સની કૌશલે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈસાબેલ કૈફની એક સુંદર તસવીર મૂકીને જન્મદિવસની શુભેચ્છા આપી અને લખ્યું કે “જન્મદિવસની શુભેચ્છા @isakaif તમારું આવનારું વર્ષ શ્રેષ્ઠ રહે. ઘણો પ્રેમ અને મોટા ચુસ્ત આલિંગન”. તેને વધુ માં એ પણ લખ્યું કે “હું જાણું છું કે હું યોગ્ય, સરસ ચિત્ર પોસ્ટ કરી શક્યો હોત પરંતુ આ યોગ્ય લાગ્યું”.
અભિનેત્રી ઇસાબેલ કૈફે પોતાના જન્મદિવસની ઉજવણી બહેન કેટરિના કૈફ, વિકી કૌશલ, સની કૌશલ અને બીજા તેના નજીક મિત્રો સાથે કરી હતી. ઇસાબેલ કૈફે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પાર્ટીની સુંદર તસવીર શેર કરી છે અને લખ્યું કે “તે કેવી રીતે શરૂ થયું તે કેવી રીતે ચાલી રહ્યું છે બધા પ્રેમીઓ માટે આભાર”
ઈસાબેલે ગયા વર્ષે ટાઈમ ટુ ડાન્સ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં તેને સૂરજ પંચોલી સાથે કામ કર્યું હતું. ઇસાબેલ હવે લલિત બુટાનીની ફિલ્મમાં જોવા મળશે, જેમાં અભિનેતા આયુષ શર્મા હશે.