અભિનેતા વિક્કી કૌશલ અને તેની પત્ની કેટરિના કૈફ, શુક્રવારે સવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે બાપાના દર્શન સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી. તેમની માતા વીણા કૌશલ પણ દર્શન કરવા સાથે આવ્યા હતા.
તાજેતરમાં અભિનેતા વિક્કી કૌશલ અને કેટરિના કૈફ નવા વર્ષ ની ઉજવણી કરવા માટે રાજસ્થાન ગયા હતા. રાજસ્થાન વેકેશનમાંથી પરત ફર્યા પછી બંને મુંબઈનાં સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતા. ત્યાં અભિનેત્રી કેટરિના કૈફ મેકઅપ વિના એકદમ સાદગી પહેરવેશમાં જોવા મળી હતી. તેને સાદા લીલા સલવાર સૂટમાં વિક્કી સાથે એકદમ નજીકથી જોડાઈ ની ઊભી હતી. જ્યારે અભિનેતા વિક્કી કૌશલ સફેદ શર્ટ અને બેજ પેન્ટમાં જોવા મળ્યો હતો. કેટરીનાએ હિન્દુ ધર્મનાં રીત-રિવાજ પહેલા દુપટ્ટાથી માથું ઢાંક્યું અને ભગવાન ગણેશની પ્રાર્થના કરતી વખતે આંખો બંધ કરી. અભિનેતા વિકીની મમ્મી તેની બાજુમાં ગ્રે સૂટમાં ઉભેલી જોવા મળી હતી. તેઓએ પૂજારી સાથે પોઝ પણ આપ્યો હતો અને પૂજારીએ તેમને બાપાની મૂર્તિ અને પ્રસાદ સાથે આશીર્વાદ પણ આપ્યા હતા.
આ કપલ તાજેતરમાં જ તેમના નવા વર્ષની રજાઓમાંથી પરત ફર્યું હતું. તેઓ રાજસ્થાનના બાલી જિલ્લામાં જવાઈ લેપર્ડ સફારીનો આનંદ માણ્યો અને ત્યાં થોડો સમય વિતાવ્યો. તેઓએ આ ક્ષણની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને ચાહકોને તેમની સફરની ઝલક આપી
વિકી અને કેટરિના બંનેનું વર્ષ 2023 વ્યસ્ત છે. અભિનેત્રી સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 માં જોવા મળશે. ત્યારબાદ તે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે વિજય સેતુપતિ અને ફરહાન અખ્તર જી લે ઝારા સાથે શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસ પણ છે. જ્યારે વિકી સામ બહાદુરમાં અને પછી લક્ષ્મણ ઉતેકરની સારા અલી ખાન સાથે અનટાઈટલ્ડમાં જોવા મળશે.