SS રાજામૌલીએ તેમની ફિલ્મ RRR માટે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ (NYFCC) ખાતે શ્રેષ્ઠ દિગ્દર્શક – એવોર્ડ જીત્યો

તાજેતરમાં RRR ડિરેક્ટર SS રાજામૌલી ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ (NYFCC) એવોર્ડ્સમાં હાજર રહ્યા હતાં. ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટીક્સ સર્કલ (NYFCC) ખાતે તેમણે ટોચનો પુરસ્કાર “શ્રેષ્ઠ દિગ્દર્શક” જીત્યો હતો.

આ ક્ષણનાં વીડિયો અને તસવીરો તેમણે RRR ના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને ખુશી ના સમાચાર આપ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં ફિલ્મ નિર્માતા SS રાજામૌલી એવોર્ડ મેળવતા જોઈ શકાય છે. જ્યારે SS રાજામૌલી પોતાનો એવોર્ડ લેવા માટે સ્ટેજ પર જઈ રહ્યા છે ત્યારે પ્રેક્ષકો દ્વારા જોરથી ઉત્સાહ કરવામાં આવી રહ્યો છે અને કેટલાક પ્રેક્ષકો તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપી ને સન્માન આપી રહ્યા છે.

https://twitter.com/rrrmovie/status/1610852011259621377?s=46&t=A1w6GW2wRF86zP-6o4fgkw

આ વીડિયો માં SS રાજામૌલીએ તેમના સ્વીકૃતિ ભાષણમાં તેમના પરિવાર, ફિલ્મના કલાકારો અને ક્રૂ તથા પુરસ્કારો માટે જ્યુરીનો આભાર માન્યો હતો. તેને વધુમાં કહ્યું કે કહ્યું, “તમારા તરફથી આ એવોર્ડ મેળવવો એ એક મહાન સન્માનની વાત છે. હું ખરેખર તેની પ્રશંસા કરું છું. તમે મારી આખી કાસ્ટ અને ક્રૂનું સન્માન કર્યું છે અને ઘણા લોકોને દક્ષિણ ભારતની એક નાની ફિલ્મની નોંધ લેવા માટે પ્રેરિત કર્યા છે. ઘણા લોકો જાણતા નથી કે આ પ્રકારનું ક્ષેત્ર અસ્તિત્વમાં છે પરંતુ તેના કારણે, હવે મને ખાતરી છે કે ઘણા લોકો તેને જોશે.”

https://twitter.com/nextbestpicture/status/1610834990060666880?s=46&t=A1w6GW2wRF86zP-6o4fgkw

વધુમાં આગળ SS રાજામૌલી પોતાના ભાષણમાં ઉમેર્યું કે,”RRR સાથે, મેં પશ્ચિમમાં સમાન પ્રકારનું સ્વાગત જોયું. તેઓ એ જ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા હતા જે રીતે ભારતીયોએ કર્યું હતું.” RRR ના એપિક પ્રી-ઇન્ટરવલ સિક્વન્સ વિશે બોલતા, દિગ્દર્શકે કહ્યું, “પ્રેક્ષકોના ચહેરા પરનો દેખાવ… તે શુદ્ધ આનંદ, વિસ્મય હતો. અમે તેમના ચહેરા જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે તેઓ શું વિચારી રહ્યા હતા. જેમ કે ‘નરકમાં શું હતું અમે હમણાં જ સાક્ષી આપી!’ હું મારા દર્શકો પાસેથી આ જ ઈચ્છું છું… થિયેટરમાં ફિલ્મ જોવાનો શુદ્ધ આનંદ લઇ શકે.”

https://twitter.com/ssk1122/status/1610852580908797952?s=46&t=A1w6GW2wRF86zP-6o4fgkw

આવતા અઠવાડિયે, SS રાજામૌલી તેના RRR ફિલ્મના અભિનેતાઓ રામ ચરણ અને જુનિયર NTR સાથે લોસ એન્જલસમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં હાજરી આપવા માટે જોડાશે. જયાં RRR ને 2 કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. – શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ માટે અને ફિલ્મના ગીત “નાટુ નાટુ” માટે.

વધુમાં વાત કરીએ તો RRR નું “નાટુ નાટુ” ગીત ઓસ્કાર શોર્ટલિસ્ટમાં શામેલ થયુ છે. જે SS રાજામૌલી અને RRR માટે ત્રીજું મોટું આંતરરાષ્ટ્રીય નોમિનેશન છે. આ ભારત માટે ગર્વની વાત છે.

RRR ફિલ્મ 24 માર્ચ, 2022 નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને સમગ્ર વિશ્વમાં હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં 1920 ના દાયકાની વાત કરવામાં આવી છે. જેમાં બે સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલુરી સીતારામરાજુ અને કોમારામ ભીમ પર આધારિત એક કાલ્પનિક વાર્તા છે.જેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે અન્ય કલાકારો આલિયા ભટ્ટ, અજય દેવગણ, ઓલિવિયા મોરિસ, સમુથિરકાની, એલિસન ડૂડી, રે સ્ટીવેન્સન પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મને રિલીઝ થયા બાદ ભારતમાં અને સમગ્ર વિશ્વનાં પ્રેક્ષકોના દ્વારા જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

Leave a Comment