ઓસ્કાર 2023: ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો” અને એસ એસ રાજામૌલીના “RRR”ના નાતુ નાતુ ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં સિલેક્ટ કરવામાં આવ્યું

ઓસ્કાર ૨૦૨૩ માટે ધ એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા 22 નવેમ્બર, ગુરુવારના રોજ વિવિધ કેટેગરીમાં સિલેક્ટ કરવાની જાહેરાત કરી હતી. જેમાં એસ એસ રાજામૌલીની ફિલ્મનું નાતુ નાતુ ગીત ઓસ્કાર 2023 માટે પસંદ કરવામાં આવ્યું છે જોકે RRR ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રીનો ભાગ નહોતું પરંતુ 14 શ્રેણીઓ માટે વિચારણા કરી સારા ઝુંબેશ હેઠળ અલગથી સબમિટ કરવામાં આવ્યું હતું.

RRR

RRR ભારતને ફરી ગર્વ કરાવી રહ્યું છે! અને RRR નાં ચાહકો માટે ખુશીના સારા સમાચાર છે! એસએસ રાજામૌલીની મૂવીએ ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

આ ઉપરાંત ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શો (ધ લાસ્ટ શો); જેને આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં 2023 એકેડેમી એવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર રીતે પસંદ થઈ છે.

આ ફિલ્મ આ જ શ્રેણી માં અન્ય ૧૪ ફિલ્મ સાથે સ્પર્ધા કરશે. આ ફિલ્મ સાથે બીજી અન્ય ફિલ્મ જેમાં આર્જેન્ટિના, 1985, ડિસીઝન ટુ લીવ, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, ક્લોઝ અને ધ બ્લુ કેફટનનો સમાવેશ થાય છે. આ ફિલ્મ દિર્ગદર્શક પાન નિલાન છે. આ ફિલ્મે વિશ્વભરમાં અસંખ્ય પુરસ્કારો જીત્યા હતા. ફિલ્મ છેલ્લા શોમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દિપેન રાવલ અને પરેશ મહેતા મુખ્ય ભૂમિકામાં છે. સિરિલ મોરિન આ ફિલ્મના સંગીત નિર્દેશક છે.

છેલ્લો શો

ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં ભારતમાંથી ૨ ફિલ્મો પસંદ કરવામાં આવી છે – ઓલ ધેટ બ્રેથ્સ અને ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ. જે શૌનક સેનની વખાણાયેલી ડોક્યુમેન્ટરી ફીચર “ઓલ ધેટ બ્રેથ્સ” છે, જે માત્ર આગામી ઓસ્કાર માટે નોમિનેશન મેળવવાની જ નહીં, પરંતુ વાસ્તવમાં એક જીતવાની મજબૂત તક ધરાવે છે. જ્યારે કાર્તિકી ગોન્સાલ્વીસની ડોક્યુમેન્ટરી શોર્ટ “ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ” પણ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની શોર્ટલિસ્ટ કેટેગરીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. એકેડમીએ બુધવારે રાત્રે 10 કેટેગરીમાં શોર્ટલિસ્ટેડ એન્ટ્રીઓની યાદી જાહેર કરી. એકેડેમી એવોર્ડ માટેના નોમિનેશનની જાહેરાત 24 જાન્યુઆરીએ કરવામાં આવશે

95મો ઓસ્કાર એકેડેમી એવોર્ડ 12 માર્ચ, 2023 ના રોજ લોસ એન્જલસના ડોલી થિયેટરમાં યોજાશે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓસ્કાર એન્ટ્રીઓમાં કૂઝહંગલ, જલ્લીકટ્ટુ, ગલી બોય, વિલેજ રોકસ્ટાર્સ, ન્યુટન, વિસરનાની ફિલ્મો નોમીનેટ મેળવવા પ્રયાસ કરી રહી હતી પરંતુ જે તમામ ઓસ્કાર શોર્ટલિસ્ટ બનાવવામાં નિષ્ફળ રહી હતી. ભારત નાં ઇતિહાસ માં અત્યાર સુધી મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન ઓસ્કાર માટે નોમિનેટ થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મો છે.

Leave a Comment