આદિપુરુષ: બાહુબલી ના હીરો પ્રભાસ ની નવી ફિલ્મ તેના જીવનની સૌથી ઊંચા બજેટ વળી ફિલ્મ અને જૂની કથાઓ આધારિત.

બાહુબલી બાદ સમગ્ર ભારતમાં પોતાનું નામ ફેમસ કરનાર પ્રભાસ ની નવી ફિલ્મ આવી રહી છે. આદિપુરૂષ જે ફિલ્મ ભારતની હજારો વર્ષો જૂની કથાઓ જેમાંની એક રામાયણ આધારિત છે.

કોણ કોણ છે ફિલ્મમાં

આદિપુરુષ ફિલ્મ રામાયણ આધારિત પ્રભાસના જીવનની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મમાં સેફ અલી ખાન ક્રિતી સેનન અને પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે જેમાં ભગવાન શ્રીરામનો રોલ ભજવશે પ્રભાસ જ્યારે માતા શ્રીજાનકી નો રોલ ભજવશે ક્રિતી સેનન અને રાવણનો 10 માથાળા રાવણનો રોલ ભજવશે સૈફ અલી ખાન.

આદિપુરુષ ફિલ્મનું બજેટ

લગભગ ૫૦૦ કરોડના બજેટમાં ફિલ્મ તૈયાર થશે. અને આ ફિલ્મનું બજેટ બાહુબલી ના બજેટ કરતા પણ વધારે છે. જણાવી દઇએ કે આ ફિલ્મના ડાયરેક્ટર છે ઓમ રાવત જેવો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેડિંગમાં ચાલી રહ્યા છે.

ફિલ્મનું ટીઝર જોઈને લોકોએ આપ્યો આવો પ્રતિભાવ

આદિપુરુષ ફિલ્મ રામાયણ ની કથા પર આધારિત છે અને લગભગ મોટા ભાગના લોકો આ કથાને જાણે જ છે. તેની સાથે સાથે લોકો જાણે છે કે આ કથાનો અંત શુ આવવાનો છે તેથી કરીને લોકો હજારો વર્ષો પહેલા કયા પ્રકારની સંસ્કૃતિ હશે કેવું હશે એ જાણવામાં પર રસ ધરાવે છે. ફિલ્મનું ટીઝર જોઈને લોકોએ કહ્યું આ તો ગેમ ટેમ્પલ રન જેવું લાગે છે કોઈએ અંગ્રેજી ફિલ્મો સાથે સરખાવ્યું તો કોઈએ મન ભરીને વખાણ કર્યા સાચે તો ફિલ્મ કેવી છે. એ તેના આવ્યા પછી જ ખબર પડશે.

થિયેટરમાં ફિલ્મ આદિપુરુષ ક્યારે આવશે.

ફિલ્મઃ આદિપુરુષ દેશના થિયેટરોમાં પહેલા મહિનામાં આવી જશે પહેલા મહિનાની 12 તારીખ એટલે કે 12 જાન્યુઆરી 2023 ના દિવસે આ ફિલ્મ ભારતીય સિનેમામાં રિલીઝ થવાની છે.

Leave a Comment