હાલમાં અમદાવાદના ચાંદખેડામાં કાર્યરત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નો કાયદેસર નવા કેમ્પસમાં શિલાન્યાસ થવાનું છે જે ગાંધીનગરના લેકાવાડા ખાતે આવેલ છે જ્યાં આ કેમ્પસનું શિલાન્યાસ 27 સપ્ટેમ્બરના રોજ ભારતીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવાનું છે.
ગણિતની એટીકેટી
જણાવી દઈએ કે એન્જિનિયરિંગ ક્ષેત્રના મોટાભાગના વિદ્યાર્થીઓ GTU સાથે જોડાયેલા હશે. GTU ની સ્થાપના થઈ એ સમયે ખૂબ જ ઓછી પ્રાઇવેટ યુનિવર્સિટી હતી. તેથી મોટા ભાગ ના ગુજ્જુઓ એ GTU નો લાભ લીધો હશે. જેઓ ગણિતમાં થોડા નબળા હતા તેઓને ગણિત૧ ગણિત 2 તથા ડિગ્રીમાં ગણિત 3 વિષયો ખૂબ જ અઘરા પડતા અમુક તો એવા ધુરંધરો હતા કે કોલેજ પતી જાય તો પણ ગણિતની એટીકેટી જતી નથી. અને પોતે બચારા એટીકેટી માં ફરતા થઈ જતા.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
GTU ની સ્થાપના 2007 માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. જીટીયુના vice-chancellor પ્રોફેસર નવીન શેઠે ગુરુવારે એક મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે યુનિવર્સિટીના અલગ-અલગ ફેકલ્ટી તથા વિવિધ વિભાગો વિશે ચર્ચા કરી હતી. દરેક ફેકલ્ટીની નજીક તેની વર્કશોપ અને તેના કાર્યરત વહીવટી બિલ્ડીંગ હશે. રાજ્ય સરકારે આ નવા કાર્ય માટે 100 એકર જેટલી જમીન ફાળવી છે અને રૂપિયા ૨૭૫ કરોડના ખર્ચની મંજૂરી આપી છે. યુનિવર્સિટીના નવા પ્રોજેક્ટ માં વીજળી ને બચાવવા માટે ખૂબ જ મોટા વિસ્તારમાં સ્ટેડિયમ અને ઓડિટોરિયમ પણ બનાવાશે.