ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં RRRનું પ્રતિનિધિત્વ તેના દિગ્દર્શક SS રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ, એમએમ કીરવાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે. RRR મૂવી ટ્વીટર પેજ પર વિડિયો અને પોસ્ટ પણ શેર કરવામાં આવી છે જેમાં RRR ની ટીમ ફેમિલી સાથે જોવા મળે છે.
https://twitter.com/rrrmovie/status/1612989220045611008?s=46&t=DscpyzE4E32NJastL7FL0g
80મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ હાલમાં લોસ એન્જલસમાં યોજાઈ રહ્યો છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં પ્રચંડ પ્રતિભાશાળી એમએમ કીરવાણીએ RRR નું “નાટુ નાટુ” માટે શ્રેષ્ઠ મૂળ ગીત માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને સંગીત ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. જે ભારત માટે ગર્વ કરવા જેવી વાત છે અને જેને ભારતને ગર્વ કરાવી બતાવ્યું છે. વીડિયોમાં MM કીરવાની તેમની પત્ની શ્રીવલ્લી નો આભાર કરે છે. ત્યારબાદ, તેના પિતરાઈ ભાઈ રાજામૌલી અને તેમની ટીમનો આભાર વ્યકત કરતા જોવા મળે છે અને સાથે સાથે રામચરણ અને જુનિયર NTR નો પણ આભાર વ્યકત કરી રહ્યા છે. તેમને પિતરાઈ ભાઈ રાજામૌલી મોટાભાગની ફિલ્મો માટે સંગીત આપ્યું છે. તેણે હિન્દી સિનેમામાં તુમ મિલે દિલ ખિલે (ગુનેગાર), ગલી મેં આજ ચાંદ નિકલા (ઝખમ), આ ભી જા (સુર) અને જાદુ હૈ નશા હૈ (જીસ્મ) જેવા મધુર ક્લાસિક સાથે ખૂબ જ ફળદાયી સંગીત આપ્યું છે. MM કીરાવાણી હંમેશા લાઈમલાઈટથી દૂર રહેતા જોવા મળે છે.
SS રાજામૌલીની RRR ફિલ્મને બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. તે શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મમાં ચૂકી ગઈ જે આર્જેન્ટિના 1985 દ્વારા જીતવામાં આવી હતી. RRR મૂવી ટ્વિટર હેન્ડલ પોતાના પેજ દ્વારા કરાયેલી એક ટ્વીટમાં લખ્યું છે કે, “ભારતઆએએએએએએએ…. જાગવા માટે આ શ્રેષ્ઠ સમાચાર છે!! #NaatuNaatu #GoldenGlobes જીતનાર પ્રથમ એશિયન ગીત બન્યું છે. #RRRMovie.” જેમાં એ.આર. રહેમાન, મેગાસ્ટાર ચિરંજીવી, નાગાર્જુન અક્કીનેની, શંકર મહાદેવન, રામ ગોપાલ વર્મા અને બીજા અન્યોએ આ ઐતિહાસિક જીત માટે ટીમ RRR ને અભિનંદન પાઠવ્યા! આલિયા ભટ્ટે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં નાટુ નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતવાનો વીડિયો રાખીને દિલની ઇમોજી રાખીને પ્રતિક્રિયા આપી હતી.
ફિલ્મ ‘RRR’માં 1920 ના દાયકા બે વાસ્તવિક જીવન ભારતીય ક્રાંતિકારીઓ અલુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમન ઉપર આધારિત છે. તેમાં પૂર્વ-સ્વતંત્રતાની કાલ્પનિક વાર્તાને અનુસરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. તેમજ તેમાં બ્રિટિશ અભિનેતા રે સ્ટીવનસન, એલિસન ડૂડી અને ઓલિવિયા મોરિસનો સમાવેશ થાય છે. આ ફિલ્મ માર્ચ, 2022 માં થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. જેને વૈશ્વિક બોક્સ ઓફિસ પર 1,200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.