7મા પગાર પંચ DA/DR વિશે તાજી જાણકારી : દેશના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મોટી ખુશખબરી બની શકે છે, સરકારી કર્મચારીઓને કોરોના કાળ દરમિયાન મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ભથ્થું નહોતો આપવામાં આવ્યું, જે હવે મળી શકે છે એવી શક્યતાઓ દેખાય છે, ભારતીય નાણા મંત્રાલયને આ બાબતે પ્રસ્તાવ મળ્યો છે. પ્રસ્તાવ મુજબ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કોરોનાના સંકટ કાળ દરમિયાન જે ભથ્થુ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, . જે 18 મહિનાનો મોંઘવારી અને રાહત ભથ્થુ સરકારી કર્મચારીઓને મળે તેવી માંગ કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકાર પ્રસ્તાવ માની જાય તો આવનાર બજેટમાં અથવા તો ચૂંટણી પહેલા કર્મચારીઓને ખુશખબરી મળી શકે છે.
જાણો કોણે આપ્યો આ પ્રસ્તાવ 7th Pay Commission પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય મજુર સંઘ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતા રમણને પત્ર લખવામાં આવ્યો હતો. મજૂર સંઘ તરફથી મહા સચિવ મુકેશ સિંહ ને કેન્દ્ર સરકારના નાણામંત્રીને અપીલ કરવામાં આવી હતી કે જો ડી એ અને ડી આર જેવા સરકારી ભત્થા બંધ કરી દેવામાં આવ્યા હતા એ ફરીથી આપવામાં આવે. કહી શકાય કે કેન્દ્રીય મોદી સરકાર આગામી ચૂંટણીમાં લાખો સરકારી કર્મચારીઓને રિઝવવા માટે આ માંગ પૂરી કરી શકે છે, એવું માનીને આ પ્રકારનો પત્ર લખવામાં આવ્યો છે.
ક્યાંથી ક્યાં સુધી નહોતો આપવામાં આવ્યો ડી એ અને ડી આર
કોરોનાની મહામારી દરમિયાન જાન્યુઆરી 2020 થી જૂન 2021 ના 18 મહિના દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત નું વેતન સેટલ કરી દીધું હતું પણ સસ્પેન્ડ રાખવામાં આવ્યુ હતું. જોકે રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ પહેલા આ બાબતે સંસદમાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020 – 21 ના કોરોના કાળ દરમિયાન ભારતે ઘણી મુશ્કેલોનો સામનો કર્યો હતો આ કારણે આ સમયને ડીએ અને ડી આર આપવુ ના બરાબર લાગી રહ્યું છે.
ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે મોંઘવારી ભથ્થું અને રાહત ભથ્થુ
મળતી માહિતી મુજબ મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આકર્ષવા માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ભથ્થામાં જાન્યુઆરી થી ફેબ્રુઆરી મહિનામાં જાહેરાત કરી શકે છે, લોકસભાની ચૂંટણી 2024 ની તારીખો નું એલાન લગભગ માર્ચના પહેલા સપ્તાહમાં થઈ શકે છે. અને તારીખ બાદ સંપૂર્ણ દેશમાં આચાર સહિતા લાગુ થઈ જશે. એટલે બની શકે છે કે કેન્દ્ર સરકાર આ બધાનો વધારો ચૂંટણી પહેલા જ કરશે.