65મો ગ્રેમી એવોર્ડ્સ 2023 : ભારતીય સંગીતકાર રિકી કેજે તેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.

બેંગલુરુ સ્થિત સંગીતકાર રિકી કેજે ત્રીજી વાર ગ્રેમી એવોર્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. અમેરિકાના લોસ એન્જલસમાં એરેના ખાતે 65માં ગ્રેમીસ એવોર્ડ (2023) શોનું આયોજન કરાયું હતું. આ એવોર્ડ શોમાં સંગીતકાર રિકી કેજે રોક લિજેન્ડ સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે સહ-લેખિત આલ્બમ “ડિવાઇન ટાઇડ્સ” માટે તેનો ત્રીજો ગ્રેમી પુરસ્કાર જીત્યો.

ભારતીય સંગીતકાર રિકી કેજે રવિવારે ત્રણ ગ્રેમી એવોર્ડ જીતનાર દેશના એકમાત્ર કલાકાર બનીને દેશને ગૌરવ અપાવ્યું છે. તેમને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે “હમણાં જ મારો 3જો ગ્રેમી એવોર્ડ જીત્યો. અત્યંત આભારી, અવાચક છું! હું આ એવોર્ડ ભારતને સમર્પિત કરું છું. @copelandmusic હર્બર્ટ વોલ્ટ, એરિક શિલિંગ, વેનિલ વેઇગાસ લોની પાર્ક ”

https://twitter.com/rickykej/status/1622427078376443904?s=46&t=5EJeNHwFr-GJXux3_Tgp_A

રિકી કેજે હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા સાથે શેર કરેલા નિવેદનમાં કહ્યું કે “મ્યુઝિકમાં ત્રીજી વખત ફરીથી સૌથી મોટું પુરસ્કાર જીતવું એકદમ અવાસ્તવિક લાગે છે. આ હાંસલ કરીને મારા દેશ ભારતને ગૌરવ અપાવવાની બીજી તક મળી તે બદલ હું ખૂબ જ આભારી છું. સંગીત માટે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ.” તેને વધુમાં જણાવ્યું કે, “હું આ સન્માન માટે રેકોર્ડિંગ એકેડેમી, મારા સહયોગીઓ સ્ટુઅર્ટ કોપલેન્ડ, હર્બર્ટ વોલ્ટ, એરિક શિલિંગ અને આ આલ્બમને શક્ય બનાવનાર દરેક વ્યક્તિનો આભાર માનું છું.”

સંગીતકાર રિકી કેજ આ પહેલા પણ બે વાર ગ્રેમી એવોર્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. તેમને 57મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ 2015માં બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં “વિન્ડ્સ ઓફ સંસાર” દ્વારા પહેલો પુરસ્કાર જીત્યો હતો. ત્યારબાદ 64માં વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં 2022 માં રિકી કેજે શ્રેષ્ઠ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં રોક એન્ડ રોલ લિજેન્ડ સ્ટુઅર્ટ કોપલેન્ડ સાથે મળીને તેના આલ્બમ “ડિવાઇન ટાઇડ્સ” માટે પુરસ્કાર જીત્યો હતો.

https://twitter.com/rickykej/status/1514821610817351681?s=46&t=5EJeNHwFr-GJXux3_Tgp_A

સંગીતકાર રિકી કેજનો જન્મ 5 ઓગસ્ટ 1981ના રોજ થયો હતો. તેઓ અડધા પંજાબી અને મારવાડી છે. કેજ જ્યારે આઠ વર્ષનાં હતા ત્યારે બેંગ્લોરમાં રહેવા આવી ગયા હતા અને ત્યારથી તે ત્યાં જ રહે છે. કેજે તેની કારકિર્દીની શરૂઆત બેંગલુરુ સ્થિત પ્રગતિશીલ રોક બેન્ડ એન્જલ ડસ્ટના કીબોર્ડવાદક તરીકે કરી હતી. ત્યાં તેને સંપૂર્ણ સમય આપીને સંગીતકાર બનવા માટે આગળ વધ્યા. ત્યારબાદ તેને 2003માં પોતાનો સ્ટુડિયો બનાવ્યો હતો. આખરે તેણે 3,000 થી વધુ એડ જિંગલ્સ અને કન્નડ ફિલ્મો માટે સંગીત બનાવ્યું. તેમણે 30 થી વધુ વિવિધ દેશોમાં પરફોર્મ કર્યું છે, જેમાં જીનીવા અને ન્યુયોર્ક અને યુએનના ન્યુયોર્ક સ્થળોનો સમાવેશ થાય છે.

Leave a Comment