‘બિગ બોસ 16’ માટે 1000 કરોડ રૂપિયા મેળવવાની અફવા પર ‘ઈન્કમ ટેક્સ અને ઇડી પણ ધ્યાન રાખે છે.
ચર્ચા છે કે સલમાન ખાન બિગ બોસ હોસ્ટ કરવા માટે હજાર કરોડ રૂપિયા લે છે. બિગ બોસ 16 ની લોન્ચ ઇવેન્ટમાં જ્યારે ઇવેન્ટ ને હોસ્ટ કરી રહેલી ગોહરખાને સલમાન ખાનને પ્રશ્ન પૂછ્યો શું આ વાત સાચી છે કે તમે બીગ બોસ 16 માં એક હજાર કરોડ રૂપિયા ફી લો છો.
સલમાન ખાને કહ્યું ‘મને આટલા પૈસા મળે તો મારે કામ કરવાની શું જરૂર પડશે? મીડિયામાં અવારનવાર આવા સમાચારો આવતા રહે છે. આવી અફવાઓ થી ઇન્કમટેક્સ અને ઈડી પણ અમારી ઉપર નજર રાખીને બેસે છે. મને તેનો ચોથો ભાગ પણ મળતો નથી.
મને હજાર કરોડ મળે તો પણ મારો ખર્ચો બહુ મોટો છે. મારે વકીલોને પણ એટલી મોટી ફી દેવાની હોય છે વકીલો પણ સલમાન ખાન જેવા જ છે