શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન અને નોરા ફતેહી તાજેતરમાં જ દુબઈમાં નવું વર્ષ ઉજવવા માટે ગયા હતા. નવા વર્ષની પાર્ટીમાં આર્યન અને નોરાના ફોટા અને વીડિયો સોશીયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગને લાગે છે કે બંને ડેટિંગ કરી રહ્યા છે. આ ફોટો અને વિડીયો જોઈને તેમનાં ચાહકોઓનું કહેવું છે કે બંને સાથે છે અને બંને એકબીજાને નજીક હોવાના અહેવાલો મળી રહ્યા છે.
તાજેતરની આર્યન ખાન અને નોરા ફતેહી તસવીરો માં બંને એકબીજાના કોમન મહિલા મિત્ર સાથે જોવા મળ્યા હતા. સોશીયલ મિડીયા નાં અહેવાલો મુજબ બે તસવીરોમાંથી એકમાં આર્યન એક મહિલા મિત્ર સાથે પોઝ આપતા જોઈ શકાય છે જયારે બીજી તસવીરમાં નોરાએ પણ તે જ મહિલા મિત્ર સાથે પોઝ આપ્યો હતો. બંને તસવીરમાં મહિલાએ એક જ ડ્રેસ પહેર્યો જોવા મળે છે. આ તસવીરો પરથી એક Reddit વપરાશકર્તા નું કહેવું છે બંને સાથે નવા વર્ષની ઉજવણી કરી રહયા છે અને બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.
અગાઉ પણ એક વાર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં નોરા ફતેહી આર્યનની બહેન સુહાના ખાન અને ફિલ્મ નિર્માતા કરણ જોહર સાથે પોઝ આપતા ફોટો હતા. આ પરથી ચાહકોનું કહેવું છે કે “નોરા અચાનક કરણ જોહર અને આર્યન ખાન મિત્રો સાથે ખૂબ જ નજીક છે.” તાજેતરની વાત કરીએ તો નોરા ફતેહી અને આર્યન ખાન બંને સાથે ડિનર પર જોવા મળ્યા હતા અને તે દુબઈમાં આયોજિત ન્યૂ યર પાર્ટીમાં પણ હતી.
ચાહકો એ પણ અનુમાન લગાવી રહ્યા છે કે બંને સાથે પાર્ટીમાં હોય તો તેના પરથી ના કહી શકાય કે તે બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે. તાજેતરની વાત કરીએ તો આર્યન ખાન ની ઉંમર 25 વર્ષ છે અને નોરા ફતેહી 30 વર્ષની છે. બંને વચ્ચે માત્ર 5 વર્ષનો તફાવત છે.
આર્યન ખાને તાજેતરમાં જ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સાથે તેનો પહેલો પ્રોજેક્ટ પૂરો કર્યો છે. જ્યારે નોરા બોલિવૂડમાં પોતાના ડાન્સને કારણે જાણીતી છે. તાજેતરમાં જ નોરા ફતેહી થેન્ક ગોડ (2022) માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મણિકે ગીતમાં કેમિયોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ પણ હતો.