થાલપતી વિજય સ્ટારર વરિસુ 11 જાન્યુઆરી નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં વિજય સાથે રશ્મિકા મંદન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે. જેમાં સંગીતા, આર સરથકુમાર, પ્રકાશ રાજ અને યોગી બાબુ સહાયક ભૂમિકાઓમાં જોવા મળે છે. આ ફિલ્મનાં દિગ્દર્શક વામશી પૈડિપલ્લી છે અને ફિલ્મનું નિર્માણ દિલ રાજુ દ્વારા કરવામાં આવ્યું છે.
થાલપથી વિજયની ફિલ્મ વારિસુ આખરે થિયેટરોમાં રજૂ થઈ છે. આ ફિલ્મથી ચાહકો ઘણી અપેક્ષાઓ રાખી છે અને એવું લાગી રહ્યું છે કે ચાહકોનો ઉત્સાહ જોઈને વારીસુ ફિલ્મ ખૂબ જ ઝડપથી સફળતાની સીડી ચઢી રહી છે.
https://twitter.com/i/status/1613107493974204416
ફિલ્મ દિગ્દર્શક વામશી પૈડિપલ્લી શેર કર્યું કે “અમે ટ્રેલરમાં કેટલાક દ્રશ્યો દર્શાવ્યા છે જેથી કરીને જે ચાહકો ફિલ્મ જોવા માટે આવી રહ્યા છે તેઓ ચોક્કસ પ્રકારની માનસિકતામાં આવે. ટ્રેલર ચાહકોને માનસિક રીતે તૈયાર કરવા માટે છે. ચાહકોને જ્યારે ફિલ્મને જોશે ત્યારે તેમની અપેક્ષા હોય તેવું કંઈ હશે નહીં.” અને તે દાવો કરી રહ્યા છે કે વરિસુ ફિલ્મ “રસપ્રદ દ્રશ્યો” સાથે તૈયાર કરવામાં આવી છે. જેની ચાહકો ક્યારેય તેમના સપનામાં પણ અપેક્ષા કરી શકતા નથી.
થાલપથી વિજય અને રશ્મિકા મંડન્નાની વારિસુ ફિલ્મે રીલિઝ થતાની સાથે અપેક્ષા મુજબ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ઓરમેક્સ મીડિયાએ આગાહી કરી છે કે ભારતીય બોક્સ ઓફિસ પર વરિસુ પ્રથમ દિવસે 21 કરોડ કે તેથી વધુ રૂપિયાની કમાણી કરશે. આ એક અપેક્ષિત આંકડો છે. જે થાલપથી વિજયનાં ચાહકો અને તેમની આગળની ફિલ્મ બીસ્ટ પરથી દાવો કરવામાં આવ્યો છે. થલાપથી વિજયની ફિલ્મ બીસ્ટ એ ભારતીય બોક્સ ઓફિસ પર પહેલા દિવસે લગભગ રૂ. 61 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મ ની વાત કરીએ તો..
થાલપથી વિજય અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મ એક પારવાહિક ફિલ્મ છે. આ ફિલ્મ એક બિઝનેસ મેન પરિવારની આસપાસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમાં રાજેન્દ્રન (સરથ કુમાર) ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે. તેના બે પુત્રો – જય અને અજય (શ્રીકાંત અને શામ) તેમનાં સંપૂર્ણ બિસનેસ નું ધ્યાન રાખે છે અને ત્રીજો નાનો પુત્ર વિજય રાજેન્દ્રન (વિજય) પરિવાર છોડીને દૂર રહેતા જોવા મળે છે. તેમનાં વ્યવસાયનું ધ્યાન રાખી રહેલાં બે પુત્રોમાંથી એક પુત્રને વારસદાર બનવાની આશા હોય છે. આગળ ફિલ્મમાં વાત કરીએ તો રાજેન્દ્રનને ખબર પડે છે કે તે સ્વાદુપિંડના કેન્સરથી પીડિત છે. આ કારણોસર તેની પત્નીની ઇચ્છા હોય છે કે રાજેન્દ્રનનો 65મો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવમાં આવે. ત્યાર બાદ જન્મદિવસની પાર્ટીમાં માતાના કહેવાથી સાત વર્ષ પછી વિજય રાજેન્દ્રન (વિજય) ઘરે પાછો ફરે છે. ત્યાર બાદ તેના પિતા તેને તેની કંપનીનો ચેરમેન બનાવવા માગે છે પણ પિતા સાથે મતભેદ થયા બાદ તે દૂર રહે છે.