રતન ટાટા બન્યા પીએમ કેર ફંડના ટ્રસ્ટી, વડાપ્રધાન મોદીએ આપી મોટી જવાબદારી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે ટ્રસ્ટીઓની મીટીંગ થઈ હતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા ભારતના નાણામંત્રી નિર્મલાબેન સીતારામન પણ હાજર હતા.

ટ્રસ્ટી મંડળ

સાથે સાથે ભારતના ખૂબ જ મોટા ઉદ્યોગપતિ ટાટા સંસના ચેરમેન રતન ટાટા ને ખૂબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી. તેમની સાથે સાથે બીજા નવા ચૂંટાયેલા સભ્યો ને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ રતન ટાટાને પીએમ કેર ફંડ ના નવા ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે તેમની સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કર્યા મુંડા ને પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે.

સલાહકાર સમૂહ

જેમાં સુધા મૂર્તિ કે જેઓ ઇન્ફોસીસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે તેમની નિમણૂક સલાહકાર તરીકે કરવામાં આવી છે. તથા ઇન્ડિકોર્સ અને પીરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઇઓ આનંદ શાહ અને પૂર્વ CAG ( નિયંત્રક અને મહાલેખા જનરલ ) રાજીવ મહર્ષિ પણ સામેલ છે.

ભારતીય સેવા કાર્યોમાં દિલ ખોલીને દાન કરે છે

પીએમ કેર ફંડ માં જે કોઈપણ વ્યક્તિ દાન કરે છે તે કર મુક્ત હોય છે. તેના ઉપર કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોની ભાગીદારી થી આ ફંડને કાર્યપ્રણાલીમાં અલગ અલગ પ્રકારનો દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ મળશે. જેથી ફંડ નો સારી રીતે ઉપયોગ કરી શકાય. આપને જણાવી દઈએ કે પીએમ કેર ફંડનું રજીસ્ટ્રેશન 27 માર્ચ 2020 નવી દિલ્હી માં થયું હતું જેનો મુખ્ય હેતુ કોરોના જેવી મહામારી ની પરિસ્થિતિ સામે લડવા ફંડ એકઠું કરવાનો હતો. વર્ષ 2020 – 21 કરતા અત્યારે ત્રણ ગણી રાશિ જમા થઈ ગઈ છે. જે લગભગ 11 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.જેમાં 3976 કરોડ રૂપિયા થી વધારે ખર્ચ થઈ ગયા છે. 1000 કરોડ રૂપિયા પ્રવાસી કલ્યાણ મા અને 1392 કરોડ રૂપિયા કોરોના ની રસીમાં વપરાયા.

Leave a Comment