અજબ ગજબ ની વાતો
1. બોલે એના બોર વેચાય
2. ન બોલવામાં નવ ગુણ
3. બોલવા કરતા સાંભળવું સારું
ગુજરાતીઓ ગુજરાતીઓ અને ગુજરાતીઓનો બોલાતો લેખો આખી દુનિયામાં પ્રચલિત છે ગુજરાતીઓને બોલવા બહુ જોઈએ એ તો બધાને ખબર જ છે એટલે જ તો ગુજરાતમાં પ્રચલિત કહેવત છે બોલે એના બોર વેચાય
અહીંયા બોલવાનો મતલબ છે કે તમે ક્યારેય કેવું કયા વિચારોથી અને કયા લોકોની સામે બોલો છો? વધારે પડતું બોલવું પણ સારું નથી એટલે જ તો સાથે સાથે બીજી કહેવત પણ છે ન બોલવામાં નવ ગુણ ન બોલવામાં નવ ગુણ એટલે કે જ્યાં પણ આપણને એમ લાગે કે અહીંયા ન બોલવાથી ઘણું બધું બગડતું અટકાવી શકાય છે ત્યાં ન બોલવું જોઈએ અથવા તો એમ લાગે કે ઓછું બોલવાથી સંબંધો સુધારી શકાય છે ઝઘડાઓ અટકાવી શકાય છે ત્યાં ખૂબ જ સમજી વિચારીને બોલવું જોઈએ
બોલે એના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ આ બંને કહેવતો એકબીજાની પૂરક છે વ્યક્તિને એટલી ખબર તો પડવી જ જોઈએ કે એ જે બોલે છે એ કેવું બોલે છે અને એનાથી સામેવાળાને કેટલું દુઃખ થઈ શકે છે
આજના સમયમાં કોઈનામાં સહનશક્તિ રહી નથી ગમે ત્યારે ગમે તેમ બોલી જાય છે અને એ બોલેલું સામેવાળાને એટલું ખોટું લાગી જાય છે કે એ લોકો આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે માટે હંમેશા વિચારીને બોલવું જોઈએ
ક્યારેક એવા સંજોગો પણ આવે છે કે માણસ પોતાનો પક્ષ રાખી શકતો નથી પોતે સાચો હોવા છતાં પણ કંઈ જ કહી શકતો નથી કે કંઈ કરી શકતો નથી ત્યારે એનું પરિણામ એ આવે છે કે તે માણસ સહિત બીજાને તેનું પરિણામ ભોગવવું પડે છે તેથી ત્યારે જ જો તે વ્યક્તિ જે બે શબ્દ સાચા હતા તે બોલી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત એટલે જ તો કહેવાય છે કે બોલે એના બોર વેચાય તે વ્યક્તિ સમાજમાં પોતાનું સ્થાન પણ બનાવી શકે છે
પણ સાથે સાથે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તે કેવું બોલે છે ઘણી વખત એવું બોલાઈ જાય છે કે જે ન બોલવું જોઈએ બોલાયેલા શબ્દો પાછા લઈ શકાતા નથી ત્યારે એમ થાય કે આના કરતાં ન બોલી હોત તો સારું હતું એટલે જ ન બોલવામાં નવ ગુણ
પરિસ્થિતિ ઉપર નિર્ભર છે કે મનુષ્યએ ક્યારે બોલવું જોઈએ અને ક્યારે ચૂપ રહેવું જોઈએ જો ખૂબ જ ગુસ્સો આવે ત્યારે મનુષ્ય વિચાર્યા વગર ન બોલવાનું બોલી જાય છે અને પછી પાછળથી પછતાય છે કે ન બોલી હોત તો સારું હતું જ્યારે વ્યક્તિ પરિવાર સાથે રહેતી હોય ત્યારે એણે ખૂબ જ સમજી વિચારીને બોલવું જોઈએ જેથી કરીને કોઈને ખોટું ન લાગે અથવા તો કોઈને દુઃખ ન લાગે ક્યારેક ક્યારેક વધારે બોલવાથી માનસિક તાણ પણ અનુભવાય છે
જે વ્યક્તિ વધારે બોલતી હોય તે વ્યક્તિ સમજ્યા કે વિચાર્યા વિના જ બોલી જાય છે જે પરિસ્થિતિને વધારવા અને સામેવાળી વ્યક્તિના મનને દુઃખ આપવાનું કામ કરે છે
જે વ્યક્તિ ઓછું બોલતી હોય એ વિચારીને ખૂબ જ ઓછા શબ્દોમાં પોતાની વાત રજૂ કરે છે અને તેને અમલમાં મૂકે છે જેથી સામેવાળી વ્યક્તિ પણ તેને સમજી શકે અને પરિસ્થિતિ આગળ ના વધે ઓછું બોલવાથી વ્યક્તિની નિર્ણય ક્ષમતા વધે છે અને આત્મવિશ્વાસ જળવાઈ રહે છે
આ તો વાત થઈ કે બોલે ઓના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ હવે વાત કરીએ કે બોલવા કરતા સાંભળવું સારું. કેમ કે ઓછું બોલીએ કે બધું બોલીએ એ આપણે એટલું જ બોલીએ જે આપણને ખબર છે પણ જો સાંભળવામાં આવે તો આપણે એવું સાંભળીએ છીએ કે જે આપણને ખબર નથી તેથી જ તો આપણા જ્ઞાનમાં વધારો થાય છે આપણી શ્રવણ શક્તિમાં વધારો થાય છે એટલે જ તો કથાઓ પ્રવચનો સત્સંગ વગેરે સાંભળવામાં આવે છે
ક્યારેક જો પરિવારમાં તમારો વાંક ના હોય તો પણ કોઈ તમને બે શબ્દ કહે તો સાંભળો પછી જ્યારે પરિસ્થિતિ અથવા તક મળે ત્યારે સ્પષ્ટતા કરીને ભૂલ કહો અથવા તો સ્વીકારો બોલવા કરતા સાંભળવાનો બીજો ફાયદો એ છે કે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે તમારું સમાન જળવાઈ રહે છે કેમકે તમે કોઈને સામે વળતો જવાબ નથી આપતા કે કોઈને ખોટું લાગે એવું નથી બોલતા અને કોઈનું મોઢું નથી તોડી પાડતા એટલે જ તો કહેવાય છે બોલવા કરતા સાંભળવું સારું
બોલે એના બોર વેચાય:
વ્યક્તિએ જ્યારે બોલવાની જરૂર હોય ત્યારે બોલવું જોઈએ જો એ ન બોલવાથી વાત આગળ વધતી હોય અથવા પરિસ્થિતિ બગડતી હોય તો વ્યક્તિએ એ સમયે બે શબ્દ બોલીને પરિસ્થિતિને બગડતી અટકાવી જોઈએ
ના બોલવામાં નવ ગુણ:
ઘણી વખત એવું બને કે પરિસ્થિતિ હાથમાં જ ના રે એવું બને અને ન બોલવાથી સંબંધો સુધરતા હોય ત્યારે ન બોલવું સારું છે તેથી સંબંધોને બગડતા અટકાવી શકાય
બોલવા કરતા સાંભળવું સારું:
ક્યારેક એવું પણ બને કે આપણને પરિસ્થિતિ વેછે કંઈ જ ખબર ના હોય ત્યારે ત્યાં બોલવા કરતા એને સાંભળીને પછી યોગ્ય નિર્ણય લેવા માટે કહેવું જોઈએ જેથી પરિસ્થિતિ સુધારી શકાય.