પાકિસ્તાનપોલીસ લાઈન ની નજીકમાં આવેલી મસ્જિદમાં થયો ખૂબ જ મોટો બ્લાસ્ટ
જોહર ની નમાજ પૂરી થતાની સાથે જ થયો મોટો ધડાકો ધડાકો એટલો મોટો અને જોરદાર હતો કે મસ્જિદનો એક ભાગ પૂરો ગાયબ જ થઈ ગયો. 50 થી વધુ લોકો ઘાયલ થયા હોય તેવું માનવામાં આવે છે, ઘણા લોકોનું મૃત્યુ થયું હોય તેવી આશાઓ પણ દર્શાવવામાં આવી છે.
પોલીસ અધિકારી સિકંદર ખાન મુજબ આ વિસ્ફોટ મસ્જિદમાં થયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો નમાજ માટે એકઠા થયા હતા.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, “બિલ્ડીંગનો એક ભાગ પડી ગયો અને ઘણા લોકો તેની નીચે હોવાનું માનવામાં આવે છે.”
પોલીસ વડા મુહમ્મદ ઈજાઝ ખાને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન નજીક પેશાવરમાં બપોરની નમાજ દરમિયાન આ ઘટના બની હતી.
પેશાવરની મુખ્ય હોસ્પિટલના મુહમ્મદ આસીમ ખાને જણાવ્યું હતું કે, “અમને મૃતદેહો મળ્યા છે. આ એક ખરાબ સ્થિતિ છે.”