પઠાણ વિવાદ : અયોધ્યા સ્થિત સંત પરમહંસ આચાર્ય એ બોલીવુડનાં સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી. જાણો વધુ માં શું કહ્યું

તાજેતરમાં પઠાણના “બેશરમ રંગ” ગીત ને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ ગીત વિરુદ્ધ દરરોજ નવી ફરિયાદો દાખલ કરવામાં આવે છે અને નવી ધમકીઓ આપવામાં આવે છે.
તાજેતરના અહેવાલો મુજબ અયોધ્યા સ્થિત સંત પરમહંસ આચાર્ય નો વિડિઓ વાઇરલ થયો છે અને તેમાં કથિત રીતે કહે છે કે, “આપણા સનાતન ધર્મના લોકો આ અંગે સતત વિરોધ કરી રહ્યા છે. આજે અમે શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવી દીધું છે. જો મને ફિલ્મ જેહાદી શાહરૂખ ખાનને મળવા મળશે તો હું તેને જીવતો સળગાવી દઈશ. જો અન્ય કોઈ પણ આવું કરવાની હિંમત બતાવશે, તો તેઓ તેમના માટે કાનૂની કેસ લડશે. વધુ માં તેમને થિયેટર માલિકોને ધમકી આપી હતી, તેમને ફિલ્મ રિલીઝ ન કરવા કહ્યું હતું. તેણે સુપરસ્ટાર શાહરૂખ ખાનને ‘જેહાદી’ કહીને સંબોધ્યો હતો.

https://twitter.com/indian10000https://twitter.com/indian10000000/status/1605240719723343872?s=46&t=53hmIKGtqg8t7Qlq0QUjag000/status/1605240719723343872?s=46&t=53hmIKGtqg8t7Qlq0QUjag


પરમહંસ આચાર્ય આ પહેલા પણ વિવાદિત નિવેદન આપ્યા હતા કે “જો ભારતને હિંદુ રાષ્ટ્ર ન જાહેર કરવામાં આવે તો ‘જલ સમાધિ’ લેવાની જાહેરાત કરી હતી. બાદમાં તેમણે જલ સમાધિનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.”


આ પહેલા પણ હનુમાન મઢીના પૂજારી મહંત રાજુ દાસે વિવાદિત નિવેદન આપી ને લોકોને અપીલ કરી હતી કે જ્યાં “પઠાણ રિલીઝ થશે તે થિયેટરોને બાળી નાખો. બોલીવુડ અને હોલીવુડ હંમેશા સનાતન ધર્મની મજાક ઉડાવવાનો પ્રયાસ કરે છે. દીપિકા પાદુકોણે જે રીતે ભગવા રંગ બિકીની તરીકે ઉપયોગ કર્યો છે તે આપણા માટે નુકસાનકારક છે. બિકીની તરીકે ભગવો પહેરવાની શું જરૂર હતી? હું લોકોને ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરું છું. થિયેટરોને બાળી નાખો જ્યાં ફિલ્મ પ્રદર્શિત થશે કારણ કે અન્યથા તેઓ સમજી શકશે નહીં. તમારે દુષ્ટતાનો સામનો કરવા માટે દુષ્ટ બનવું પડશે,”

પઠાણ ફિલ્મ ની વાત કરીએ તો પઠાણ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ સિનેમાઘરો માં રીલિઝ થવાની છે. તે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષમાં રિલીઝ થવાની છે. વધુમાં વાત કરીએ તો, આ ફિલ્મ એક એક્શન એન્ટરટેઈનર છે જેમાં શાહરૂખ ખાન જાસૂસની ભૂમિકા ભજવે છે અને દીપિકા પદુકોણ તેની સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ જોવા મળશે અને તે વિલીન નાં રોલ માં જોવા મળશે. આ ફિલ્મ ખૂબ જ દેશભક્તિને લગતી ફિલ્મ છે.

Leave a Comment