“પઠાણ” બોક્સ ઓફીસ કલેક્શન દિવસ 4 :- શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણે વિશ્વભરમાં માત્ર 4 દિવસમાં જ 400 કરોડની કમાણી કરી

શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ પઠાણે YRF(યશ રાજ ફિલ્મ પ્રોડક્શન)ની બ્લોકબસ્ટર પરંપરા પણ અકબંધ રાખી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ માત્ર ચાર દિવસમાં 200 કરોડનાં ક્લબ માં સામેલ થઈ ગઈ છે.પઠાણ ફિલ્મનો હુંકાર ચોથા દિવસે પણ જારી રહ્યો. આ ફિલ્મએ હિન્દી સિનેમાના ઈતિહાસમાં ચોથા દિવસે પણ સૌથી મોટું સિંગલ ડે કલેક્શન પણ નોંધાવ્યું છે. પઠાણ એક ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મ બની છે.

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત પઠાણ ફિલ્મ ગરમીથી ચમકી રહી છે. પઠાણ આખી દુનિયામાં અત્યાર સુધી સારી એવી કમાણી કરી છે. આ ફિલ્મ રિલીઝ થયાના હજુ ચાર દિવસ જ થયા છે, પરંતુ આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ભારતભરમાં બોક્સ ઓફિસ પર પઠાણ ફિલ્મએ ચોથા દિવસે 53 થી 55 કરોડની કમાણી કરી છે. પઠાણ ફિલ્મે શનિવારે બમ્પર કમાણી કરી છે. આ ફિલ્મએ છેલ્લા 4 દિવસમાં ત્રણવાર 50 કરોડનો આકડો પાર કરી ચૂકી છે. જ્યારે ત્રીજા દિવસે રજા ન હોવાના કારણે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન થોડું ઓછું થયું હતું.

શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણે સૌથી ઓછા સમયમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મએ 4 દિવસમાં ભારતભરના બોક્સ ઓફિસ ઉપર 220 કરોડની નેટ કમાણી કરી છે. જ્યારે શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મએ વિશ્વભરમાં શનિવારે 400 કરોડનો જાદુઈ આંકડો પાર કર્યો છે. અહેવાલો મુજબ વાત કરીએ તો પઠાણ ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 412 કરોડ પાર પોહચી ગયું છે. આ પરથી કહી શકાય કે ફિલ્મે શનિવારે વિશ્વભરમાં ઘણી કમાણી કરી છે.

દિવસ તારીખ ભારતમાં નેટ કમાણી
1 25-1-23 ₹ 57 cr
2 26-1-23 ₹ 70 cr
3 27-1-23 ₹ 39 cr
4 28-1-23 ₹ 53 cr

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીનાં રોજ વિશ્વભરમાં 8000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. જેમાં 5500 સ્ક્રીનો સમગ્ર ભારતમાં અને 2500 સ્ક્રીનો બાકી નાં અન્ય દેશો માં પ્રદશિત કરવામાં આવી છે. પરંતુ ચાહકોનો ઉત્સાહ જોઈને તે જ દિવસે 300 જેવા શો વધારવામાં આવ્યા હતા. આ ફિલ્મ 260 કરોડના આસપાસ સર્વસમાવેશક બજેટમાં બનવાનો અંદાજ છે. આ બજેટમાં તમામ સ્ટાર્સ માટે પગારનો ખર્ચ અને ફિલ્મનો પ્રમોશન ખર્ચનો પણ સમાવેશ થાય છે.

યશ રાજ ફિલ્મ બેનર હેઠળ બનેલી ફિલ્મ પઠાણ અત્યારે અનેક રેકોર્ડ તોડી રહી છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે, તેમજ આશુતોષ રાણા, ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ એક કેમિયો કરી રહ્યો જોવા મળે છે.

Leave a Comment