શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ એ તેમની આગામી ફિલ્મ પઠાણનું બીજું ગીત “ઝૂમે જો પઠાણ” રીલિઝ કર્યું છે. આ ગીતનું શુટીંગ યુરોપિયન સ્થળોએ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ અને દીપિકા પોતાના અલગ અંદાજમાં કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે શાનદાર ડાન્સ કરતા જોવા મળે છે. જેમાં શાહરૂખ કાતિલ લુકમાં જોવા મળે છે જ્યારે દીપિકા ગ્લેમર લુકમાં જોવા મળે છે. સંપૂર્ણ વીડિયો માં શાહરૂખ એબ્સ સાથે સમગ્ર ગીત દરમિયાન તેના આઇકોનિક પોઝ આપે છે. 57 વર્ષીય અભિનેતા તેના હૃદયથી ડાન્સ કરે છે અને ગીતમાં દીપિકા સાથે રોમાન્સ કરતો જોવા મળે છે.
આ ગીત વિશાલ-શેખરે ની શાનદાર જોડી એ કમ્પોઝ કર્યો છે. અરિજિત સિંહ, સુકૃતિ અને કુમાર એ આ ગીત ને ગાયું અને ગીતને જીવંત કરવામાં સારું કમ્પોઝ કર્યું છે.
Pathan
આ ગીત યુટ્યુબ પર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ગીતે રિલીઝ થયાના ૧૪ મિનિટમાં યુટ્યુબ પર ૧૦ લાખ લોકો જોયું છે. એ જ રીતે, ગીત પહેલેથી જ ટ્વિટર પર કબજો કરી ચૂક્યું છે અને માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર પહેલેથી જ ૪૯.૭ હજાર ટ્વીટ સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે.
જાણો ડિરેક્ટર એ શું કહ્યું….
પઠાણ ફિલ્મ નું બીજું ગીત રિલીઝ થઈ ગયું છે ત્યારે ગીત વિશે વાત કરતાં ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે કહ્યું, “જ્યારે અમે ઝૂમે જો પઠાણની યોજના બનાવી રહ્યા હતા, ત્યારે હું સ્પષ્ટ હતો કે અરિજીત સિંહને શાહરૂખ ખાન માટે પણ ગીત ગાવું જોઈએ. તે નંબર વન સિંગર છે. આપણા દેશના સિંગર અને અમે ઇચ્છતા હતા કે તે આપણા દેશના નંબર વન એવરગ્રીન સુપરસ્ટાર માટે ગાશે! અરિજિતે તેના પ્રભાવશાળી અવાજથી પોતાનો જાદુ કરી દિધો છે” અને પછી જેમાં ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે એ પણ ઉમેર્યું કે “મારી ફિલ્મોમાં સંગીત ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સદભાગ્યે મારી ફિલ્મોના સંગીતની હંમેશા સારી રીતે સમીક્ષા કરવામાં આવી છે. મેં ફક્ત મારી ફિલ્મના સંગીતથી લોકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો છે અને હું તેના વિશે ખૂબ જ વિશેષ વિચારું છું. ફિલ્મ માટે અને પ્રેક્ષકોના જોવાના અનુભવ માટે પણ ખૂબ મૂલ્યવાન છે જેઓ તેમના ખિસ્સામાંથી પૈસા ચૂકવે છે અને અમે જે ફિલ્મો બનાવીએ છીએ તે જોવા માટે આવે છે. ‘ઝૂમે જો પઠાણ’ એક એવું ગીત છે જેના પર મને ખૂબ જ ગર્વ છે અને મને ખૂબ વિશ્વાસ છે. લાગે છે કે પ્રેક્ષકોને તે ખૂબ સારું લાગશે,”
જાણો ફિલ્મ ક્યારે રીલિઝ થશે ….
આ ફિલ્મ આદિત્ય ચોપરા દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે ફિલ્મ પઠાણના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.