શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘પઠાણ’ લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમા જ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ સિરીઝ મોલમાં બજરંગ દળના લોકોએ થિયેટરોમાં જઈને ભારે વિરોધ કર્યો. બજરંગ દળના લોકોએ કરેલા વિરોધ પ્રદર્શન અને તોડફોડનો વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.
બજરંગ દળ ગુજરાત દ્વારા ટ્વીટર પર બે વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વીડિયો માં હિન્દુ ધર્મ પરિષદના સભ્યો ‘જય શ્રી રામ’ ના નારા સાથે મૂવી થિયેટરમાં હંગામો મચાવી રહ્યા જોઈ શકાય છે અને પોસ્ટર ફાડીને તોડફોડ કરી રહ્યા હોય તેવું જાણવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન કરી રહ્યા લોકોને કેટલાક મોલના અધિકારીઓ સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. અને વિડિયો ની સાથે લખ્યું કે, “#BoycottPathan મુવી આજે કર્ણાવતીમાં બજરંગીએ #પઠાણની ધોલાઈ કરી, સનાતન મલ્ટીપ્લેક્સમાં જઈને ચેતવણી આપી, જો ફિલ્મ રીલીઝ થશે તો ધર્મ વિરોધી @iamsrk અને ટુકડે ગેંગની @deepikapadukone ફિલ્મને ચાલવા દેવામાં આવશે નહીં. #બજરંગદળ તેનું વલણ બતાવશે. ધર્મના સન્માનમાં બજરંગ દળ મેદાનમાં” જુઓ વિડિયો.
https://twitter.com/Bajrangdal_Guj/status/1610657729185730560?t=y8dZ803-DOXLYLHdhQ7DrQ&s=09
બજરંગ દળ ગુજરાતના બીજા વિડિયોમાં જૂથનાં સભ્યો મોલની બહાર કૂચ કરતા જોવા મળી રહ્યા છે. વધુમાં જૂથ નાં સભ્યો નારા પણ લગાવી રહ્યા છે તે જોવા મળે છે. “ભગવા રંગ સન્માનમાં બજરંગ દળ મેદાનમાં” નાં નારા લગાવી રહ્યા છે. તેઓ અભિનેતા ના પોસ્ટર સાથે દુર્વ્યવહાર કરે છે અને મૂવીનો બહિષ્કાર કરવાનું કહે છે. તેના ટ્વીટર પેજ પર આગળ લખ્યું કે “બજરંગ દળ ગુજરાત પઠાણને ક્યાંય પણ સિનેમાઘરોમાં ચાલવા દેશે નહીં,”. પઠાણ ફિલ્મનો વિરોધ ફિલ્મના નવા રિલીઝ થયેલા ગીત ‘બેશરમ રંગ’ને લઈને છે. આ ગીતમાં શાહરૂખ અને દીપિકા સ્પેનમાં રોમાન્સ કરતા જોવા મળે છે. આ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી ડાંસ કરતી જોવા મળે છે જે હિન્દુ ધર્મના વિરોધમા છે. જેણે લઈને આ ફિલ્મનો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મનાં ભારે આક્રોશ બાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મ નિર્માતાઓને ફિલ્મના ગીતો સહિત ફિલ્મમાં અન્ય થોડા “ફેરફારો” લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં થોડા ફેરફારો થયા બાદ આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ કરવામાં આવશે.