અભિનેત્રી શિવાલીકા ઓબેરોય અને દિગ્દર્શક અભિષેક પાઠકે ઈન્સ્ટાગ્રામ પેજ લગ્નનાં ફોટા શેર કરીને લગ્નની જાહેરાત કરી.
દ્રશ્યમ 2 ના નિર્દેશક અભિષેક પાઠકે 9 ફેબ્રુઆરી, 2023 નાં રોજ તેની ગર્લફ્રેન્ડ શિવાલીકા ઓબેરોય સાથે લગ્ન કર્યા. આ લગ્ન સમારોહ ગોવામાં યોજાયો હતો. આ દંપતીએ ગુરૂવારના રોજ તેમના પરિવારનાં સભ્યો અને નજીકના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રોની હાજરીમાં લગ્ન કરવાનું પસંદ કર્યું હતું. આ નવદંપતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ એકાઉન્ટ પર લગ્નની સુંદર તસવીરો શેર કરીને લગ્નની જાહેરાત કરી હતી.
ખુદા હાફિઝની અભિનેત્રી શિવાલીકા ઓબેરોય અને દૃષ્ટિમ 2ના દિગ્દર્શક અભિષેક પાઠકે હવે સત્તાવાર રીતે લગ્ન કરીને ચાહકોને ખુશીના સમાચાર આપ્યા હતા. તેને પોસ્ટ શેર કરતાં લખ્યું કે “તમને પ્રેમ નથી મળતો, તે તમને શોધે છે. તેને ભાગ્ય, ભાગ્ય અને તારાઓમાં શું લખ્યું છે તેની સાથે ઘણું કરવાનું છે.” તેને પોસ્ટમાં આગળ સમજાવતા કહ્યું કે, “છેલ્લી સાંજે 9મી ફેબ્રુઆરી 2023 ના રોજ, અમારા પ્રિયજનોથી ઘેરાયેલા, અમે એવી જગ્યાએ લગ્ન કર્યા જ્યાં અમારા સંબંધો ખીલ્યા. આ કાયમ આપણા જીવનની સૌથી જાદુઈ ક્ષણ હશે! અમારા પ્રેમથી ભરેલા હૃદય અને ઘણી બધી યાદો સાથે, અમે હજી વધુ વિશેષ બનાવવા માટે અને સાથે મળીને આ નવી યાત્રા શરૂ કરવા માટે રાહ જોઈ શકતા નથી. તમારા પ્રેમ અને આશીર્વાદની શોધમાં ♥️.”
https://www.instagram.com/p/CoeBKuWIevq/?igshid=YmMyMTA2M2Y=
અભિષેક પાઠકે 2020ની ફિલ્મ ખુદા હાફિઝમાં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મને તેણે પ્રોડ્યુસ કરી હતી. જેમાં વિદ્યુત જામવાલ અને શિવાલીકા ઓબેરોયે પણ તેની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ હોય વખતે બંનેની પહેલી મુલાકાત થઈ હતી. અભિષેક પાઠકે છેલ્લો પ્રોજેક્ટ અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ 2 કર્યો હતો. જ્યારે શિવલીકા છેલ્લે ખુદા હાફિઝઃ ચેપ્ટર 2 – અગ્નિ પરિક્ષામાં જોવા મળી હતી.
નિર્દેશક અભિષેક પાઠક અને શિવાલીકા ઓબેરોયનાં લગ્ન સમારોહમાં બોલીવુડની હસ્તીઓ પણ હાજર રહી હતી. આ લગ્નમાં અજય દેવગણ, કાર્તિક આર્યન અને નુસરત ભરુચા, વિદ્યુત જામવાલ, સની સિંહ, ભૂષણ કુમાર, ડિરેક્ટર લવ રંજન અને ઈશિતા રાજ શર્માએ હાજરી આપી હતી.