થાલાપતિ વિજય અને તેની પત્ની સંગીતા છૂટાછેડા લઈ રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે અને તેવી અફવાઓ સોશીયલ મીડીયા પર ફેલાઈ રહી છે. તેમના લગ્નને 23 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તે બંનેએ લગ્નના 23 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમને બે બાળકો પુત્ર જેસન અને પુત્રી દિવ્યા છે. જ્યારે અભિનેતા તેમની આવનારી ફિલ્મ વરિસુના પ્રમોશન અને રિલીઝમાં વ્યસ્ત છે.
છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે તમિલ સુપરસ્ટાર વિજય અને તેની પત્ની સંગીતાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. પરંતુ વિજયે કે તેમની પત્નીએ કોઈ સતાવાર રીતે જાહેરાત કરી નથી અને વિજયનાં વિકિપીડિયા પેજ પર પણ કોઈ એવો દાવો કરવામાં આવ્યો નથી. આ બધી અફવાઓની શરૂઆત તેમનાં ચાહકો દ્વારા કરવામાં આવી છે અને તેમનાં ચાહકોનું એ પણ માનવું છે કે સંગીતા એટલાની પત્ની પ્રિયાના બેબી શાવર અને વિજયની આવનારી ફિલ્મ વારિસુના મ્યુઝિક લૉન્ચમાં પણ ગેરહાજર રહી હતી. આવી અટકળો ઉપરથી તેમનાં ચાહકોનું માનવું છે કે બંને છૂટાછેડા લઈ રહ્યા છે. જો કે પિંકવિલાનાં જણાવ્યા અનુસાર તેમનાં છૂટાછેડાની અફવાઓ સાચી નથી, તેમણે ઉમેર્યું હતું કે સંગીતા બાળકો સાથે USA માં રજાઓ માણી રહી છે અને તે આ કારણોસર ગેરહાજર હતી. “વિજય અને સંગીતાના છૂટાછેડાની અફવાઓ પાયાવિહોણી છે. અમને ખબર નથી કે તે કેવી રીતે શરૂ થઈ.” વિજય પણ તેની આગામી ફિલ્મ વારિસુની રિલીઝ પછી ટૂંક સમયમાં USA માં પરિવાર સાથે જોડાશે અને વિજય અને સંગીતા વચ્ચે બધુ બરાબર છે.
વિજય અને સંગીતાની પ્રેમ કહાની શરૂઆત 1996 માં, ચેન્નાઈમાં એક શૂટિંગ શેડ્યૂલ દરમિયાન થઇ હતી. ત્યાં વિજયનો પરિચય તેની ડાઇ-હાર્ડ ફેન સંગીતા સોર્નાલિંગમ સાથે થયો હતો. સંગીતા વિજયને મળવા યુકેથી આવી હતી અને વિજયના અભિનય માટે તેની પ્રશંસા કરી હતી. અભિનેતા તેના સમર્પણથી ખૂબ પ્રભાવિત થયો કારણ કે તેણીએ તેને જોવા માટે તમામ પ્રયત્નો કર્યા. હકીકતમાં, તેણે તેણીને બીજા દિવસે ઝડપી ચેટ કરવા અને તેના પરિવારને પણ મળવા માટે તેના ઘરે જવા કહ્યું. આખરે તેણીએ તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો હતો. તેઓ આખરે એકબીજાનાં પ્રેમમાં પડવા લાગ્યા અને તેમના માતાપિતાએ તેમના સંબંધને સ્વીકારી લીધો અને તેમના માતાપિતા પણ સંમત થયા. તેઓએ 25 ઓગસ્ટ, 1999ના રોજ લગ્ન કર્યા હતા. થાલાપતિ વિજય અને તેની પત્ની સંગીતા દક્ષિણમાં સૌથી વધુ ઇચ્છિત યુગલોમાંથી એક છે. તેમની લવ સ્ટોરી કોઈ પરીકથાથી ઓછી નથી. તેમને બે બાળકો જેસન અને દિવ્યા છે.
થલાપથી વિજયની ‘વરિસુ’ ફિલ્મ આવતા અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં મુખ્ય ભૂમિકામાં રશ્મિકા મંદન્ના પણ છે. આ ફિલ્મનું નિર્દેશન વામશી પૈડિપલ્લીએ કર્યું છે. તાજેતરમાં જ તેમને ટ્રેલર લોન્ચ કર્યું છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.