કબડ્ડી ના ખેલાડીઓ ને મળ્યું સન્ડાસ માં ભોજન સહારનપુર ના ડોક્ટર ભીમ રાવ આંબેડકર સ્ટેડિયમ બની આ ઘટના.
અધિકારીને સસ્પેન્ડ કર્યો
સહારનપુરના મા આવેલા ડોક્ટર ભીમ રાવ આંબેડકર સ્ટેડિયમ માં બની આ ઘટના. ખેલાડીઓને સન્ડાસ માં રાખેલું ભોજન ખવડાવવામાં આવ્યું અને આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો અને લોકોએ ટીકા પણ કરી છે. આ મામલે નિયામક કચેરી સુધી વાત પહોંચી છે કાર્યવાહી આગળ વધારતા સહારનપુરના રમત ગમત અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ડિરેક્ટરો પણ આ મામલાની તપાસ કરી રહ્યા છે.
વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે લોકોમાં ભારે ભારે રોષ દેખાયો છે. જેના કારણે સ્ટેડિયમના ડિરેક્ટરોએ તાત્કાલિક પગલાં ભર્યા
જોકે સ્ટેડિયમના અધિકારીએ કહ્યું કે આ વાત તદ્દન ખોટી છે તેના દ્વારા કહેવામાં આવ્યું કે બાથરૂમમાં ભોજન રાખવામાં આવ્યું ન હતું . અમે સ્વિમિંગ પુલ પાસે ભોજનની વ્યવસ્થા કરી હતી પરંતુ સ્વિમિંગ પૂલ ખૂબ જ ગરમ થઇ રહ્યું હતું. તેના કારણે ખાવાનું પણ ગરમ થઇ રહ્યું હતું. સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું હતું અને સાથે વરસાદ પણ હતો ખાવાનું કશે સાચવવાની જગ્યા નહોતી. તેમ છતાં પણ ડિરેક્ટરોએ આ વાતને નકારી ને અધિકારીને સસ્પેન્ડ કરી દીધો છે. સાથે સાથે લોકોએ ભાજપ પર પણ નિશાનો સાધ્યો છે.
ખેલાડીઓની મજબૂરી કોઈએ ખાધું કોઈએ ન ખાધું
ઉત્તર પ્રદેશના આ સ્ટેડિયમમાં રાજ્યની સબ જુનિયર ગર્લ્સ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટ 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટ સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં ભાગ લેવા માટે ૧૭ ક્લસ્ટર અને એક સ્પોર્ટ હોસ્ટેલ ની ટીમો આવી હતી. લગભગ ૩૦૦ ખેલાડીઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમના રમવા જમવા રહેવા સુવા નહાવા તમામ વ્યવસ્થા ત્યાં જ કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટના પહેલા દિવસનો વિડીયો અને ખૂબ જ વાયરલ થયો હતો. જેમા ખેલાડીઓને જે ભોજન આપવામાં આવે છે તે ટોયલેટમાં રાખેલું હોય છે અને ત્યાં ખૂબ જ દુર્ગંધ આવે છે જેના કારણે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ છે. ખેલાડીઓને કાચા ચોખા પણ પીરસવામાં આવ્યા હતા જેનો ખુબ જ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. દૂરદૂરથી આવેલા બિચારા ખેલાડીઓ મજબૂર થયા. કોઈ ખેલાડીએ ખાધું તો કોઈએ પોતાની રીતે કોઈ બીજી સગવડ કરી.