કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ની ઝલક આપતો પહેલો વિડિયો શેર કર્યો , જુઓ વિડિયો નીચે

આ અદભુત વિડીયો જોઈને તમને એવું લાગશે કે સ્વર્ગમાં કોઈ સ્વપ્નશીલ પરીના લગ્નનો મહોત્સવ ચાલી રહ્યો હોય

નવપરિણીત યુગલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ
7 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજસ્થાનના જેસલમેર નજીક સૂર્યગઢ રિસોર્ટમાં લગ્ન કર્યા. તેમને સૂર્યગઢ પેલેસમાં બેન્ડ બાજા બારાત સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

લગ્નની પળો માણતા ક્યારા અને સિદ્ધાર્થ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના લગ્ન પછી પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ ઉપર સુંદર સપનાની તસવીરો શેર કરી હતી. આ તસવીરો ચાહકો દ્વારા એટલી પસંદ કરવામાં આવી કે ઇન્ડિયામાં સૌથી વધુ લાઈક કરવામાં આવેલી પહેલી તસવીરે બની ગઈ છે. આ પરથી જાણવા મળે છે કે તેમના ચાહકો તો તેમના લગ્નની એક ઝલક જોવા માટે બહુ આતુરતા દાખવી રહ્યા છે. એટલામાં સિદ્ધાર્થ અને કીયારાએ ચાહકોને ખુશીને બમણી કરવા માટે તેમનાં લગ્નનાં ઝલકનો પહેલો વિડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ ઉપર શેર કર્યો છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કરેલા વીડિયોમાં પેલેસના સુંદર કલાત્મક દરવાજા ખુલતાની સાથે જ દુલ્હન કિયારા અડવાણી એન્ટ્રી કરતી જોવા મળે છે. હિન્દુ રીત રિવાજ પ્રમાણે તેણીના ભાઈઓ તેના માથા પર ફૂલોની ચુંદડી પકડીને તેની સાથે આગળ વધતા જોવા મળે છે. ત્યારબાદ તેણી ફિલ્મ શેરશાહના રાંઝા ગીત પર ડાન્સ કરવાનું ચાલુ કરે છે અને તેની સામે તેણીની રાહ જોઈ રહેલો સિદ્ધાર્થ મજાકમાં તેની ઘડિયાળ તરફ જુએ છે. કિયારા તેની પાસે પોહચીને પ્રેમથી આલિંગન કરે છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાને જૈમાલા પહેરાવે છે અને ત્યારે જ ગુલાબની પાંખડી નો સુંદર વરસાદ પડી રહ્યો જોવા મળે છે. ત્યારબાદ બંને એકબીજાની નજીક આવીને પ્રેમથી ચુંબન કરે છે. આ દંપતીએ ફક્ત તેમના લગ્નની તારીખ 7.02.2023 સાથે પોસ્ટને કેપ્શન આપ્યું અને હાથ જોડી, અનંત અને હૃદયની ઇમોજીસ.

https://www.instagram.com/reel/CoePqigAHTC/?igshid=YmMyMTA2M2Y=

કિયારા અડવાણીએ ગુલાબી રંગની સિક્વિન્સ અને સ્ફટિકોથી સુશોભિત એક જટિલ રીતે ભરતકામ કરેલો લહેંગા પહેર્યો હતો. કિયારાએ હીરાનો હાર પસંદ કર્યો જે ખરેખર તેના ટોનલ પેલેટને પૂરક બનાવે છે. ઘેરા ગુલાબી ફૂલોથી સરસ રીતે સુરક્ષિત, તેના વાળ એક સુંદર નીચા બનમાં બાંધેલા હતા. જ્યારે સિદ્ધાર્થે જરદોઝી ભરેલી ડીઝાઇન સાથે સોનાની ભરતકામવાળી સોનેરી શેરવાની પહેરી જોવા મળે છે. આ એક જાદુઈ અને સ્વપ્નશીલ વિડિયોની છે જેની ચાહકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા.

Leave a Comment