કસૌટી ઝિંદગી કી અભિનેત્રીનો અકસ્માત :- ઉર્વશી ધોળકિયા મુંબઈમાં કાર અકસ્માત નડ્યો, કોઈ ઈજા વિના બચી ગઈ હતી !!!!!

ઉર્વશી ધોળકિયા સેલિબ્રિટી

ભારતીય ટેલિવિઝન અભિનેત્રી અને ‘બિગ બોસ સિઝન 6’ની વિજેતા ઉર્વશી ધોળકિયા શનિવારે મુંબઈમાં કાર અકસ્માતનો ભોગ બની હતી. જે તાજેતરમાં નાગીન 6 માં જોવા મળી હતી. તે મુંબઈમાં મીરા રોડ ઉપર તેના શૂટિંગ સ્થાન પર મુસાફરી કરી રહી હતી ત્યારે બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ બસે તેની કારને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને જ્યારે અભિનેત્રીનો આબાદ બચાવ થયો હતો.

અહેવાલો અનુસાર ઉર્વશીએ સ્કૂલ બસ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો ન હતો અને તેને અકસ્માત ગણાવ્યો હતો. કાશીમીરા પોલીસે ઉર્વશીના ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે. ઉર્વશી ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય અને સફળ ચહેરાઓમાંથી એક છે.

ઉર્વશી ધોળકિયા નો અકસ્માત

ઉર્વશી ધોળકિયા એક જાણીતી ટેલિવિઝન અભિનેત્રી છે જે હિટ ટેલિવિઝન શો “કસૌટી ઝિંદગી કી”માં તેના પાત્ર કોમોલિકા માટે સૌથી વધુ જાણીતી બની હતી. તે 90 ના દાયકાની શરૂઆતથી ટીવી સ્પેસમાં અભિનય કરી રહી છે. તે દેખ ભાઈ દેખ, જમાના બાદલ ગયા અને શક્તિમાન જેવા ભૂતકાળના કેટલાક યાદગાર શોમાં જોવા મળી છે. ત્યાર બાદ તેણીએ મહેંદી તેરે નામ કી, કભી સોતન કભી સહેલી, તુમ બિન જાઉં કહાં, કહીં તો હોગા, બેતાબ દિલ કી તમન્ના હૈ અને ચંદ્રકાંતા – એક માયાવી પ્રેમ ગાથા સહિતના અનેક શોમાં અભિનય કર્યો છે.

ઉર્વશી ધોળકિયાએ રિયાલિટી શો બિગ બોસ સીઝન 6 માં ભાગ લીધો અને વિજેતા બની હતી. તાજેતરમાં તે લોકપ્રિય અલૌકિક સાગા નાગીન સીઝન 6 જેવા શોમાં પણ જોવા મળી હતી. તેણે કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.

Leave a Comment