કડવા ચોથ ૨૦૨૨: કેટરીના કૈફ અને વિકી કૌશલ એ પ્રથમ કરવા ચોથ ની ઉજવણી પોતાના પરિવાર સાથેકરી

શિલ્પા શેટ્ટી, નતાશા દલાલ, રવિના ટંડન, ભાવના પાંડે, નીલમ કોઠારી અને અન્ય લોકો તહેવારની ઉજવણી અનિલ કપૂર અને સુનીતા કપૂરના ઘરે કરી હતી.

કરવા ચોથ વ્રત સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. હિંદુ તહેવારો માનો સૌથી શુભ તહેવાર છે. દેશભરમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે પરિણીત મહિલાઓ તેમના જીવનસાથીના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ માટે આ વ્રત રાખે છે. આ વ્રત માં મહિલાઓ સૂર્યોદયથી ચંદ્રોદય સુધી પાણી કે ખોરાક લીધા વિના નિર્જલા ઉપવાસ કરે છે. નિર્જલા વ્રત રાખીને તેઓ દેવી પાર્વતી અને ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરે છે. પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશજીની પણ પૂજા કરે છે. વ્રતના દિવસે કરવા ચોથની કથા સાંભળે છે. પૂજા કરવા ની સાથે મહિલાઓ ચંદ્રને જોઈને પોતાનો ઉપવાસ તોડે છે. ત્યારબાદ સૂર્યોદય પહેલા ખોરાક ખાય છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ની હસ્તીઓ સોશિયલ મીડિયા પર કરવા ચોથ ની ઉજવણી ના સુંદર તસ્વીર શેર કરી છે અને દરેકને આ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે. બધા લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે

કેટરિના કૈફ અને વિકી કૌશલ આજે તેમની પ્રથમ કરાવવા ચોથની ઉજવણી કરી રહ્યા છે. કેટરિના કૈફ તેના પતિ વિકી કૌશલ અને તેના માતા-પિતા શામ કૌશલ અને વીણા કૌશલ સાથે કરવા ચોથ ની ઉજવણી કરી જેની તસ્વીરો પોતાના Instagram account પર શેર કરી અને તેણે લખ્યું, “પહેલા કરવા ચોથ.” તસવીરોમાં, બંને પરંપરાગત પોશાક પહેરેમાં અદભૂત દેખાય છે. વિકી કૌશલે પણ તેની પ્રેમિકા સાથે એક સુંદર તસવીર શેર કરી છે. કેટરિનાએ તેના સાસરિયાઓ સાથે ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.

https://www.instagram.com/p/CjqSw33vuq5/?igshid=NzNkNDdiOGI=


શિલ્પા શેટ્ટી કરવા ચોથ ની ઉજવણી કરતા તસ્વીરો અને વિડિયો પોતાના સોશીયલ મીડીયા માં શેર કર્યા અને શુભેચ્છા પાઠવી છે.
તેની સાથે રવિના ટંડન પણ સાથે મળીને કરવા ચોથ ની ઉજવણી કરી રહ્યા તેઓ વિડિયો શેર કર્યો છે જેઓ અનિલ કપૂર ના ઘરે સાથે મળી ને ઉજવણી કરી. પોતાની પોસ્ટ સાથે સંદેશ પણ આપ્યો કે
“મોટાભાગે આપણે બધા સખત મહેનત કરીએ છીએ અને જીવન કબજે કરે છે, સમય ઉડે છે પરંતુ તહેવારોની મોસમ એ છે જ્યારે તમે જવા દો…જીવો અને જીવવા દો, પ્રેમ કરો, જીવન કરો, હસો, રોજિંદી ઉજવણી કરો… આપણે બધા તે જ વિશે છીએ.”

https://www.instagram.com/reel/CjqTp06DgaH/?igshid=NzNkNDdiOGI=


મૌની રોય તેના પતિ સૂરજ સાથે લગ્ન પછી તેની પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી રહી છે. પોતાના પતિ સાથે ની સુંદર તસ્વીર પોતાના પેજ પર શેર કરી. મૌની એ સુંદર મહેંદી દર્શાવતી તસ્વીર સોશીયલ મિડીયા પર શેર કરી અને શુભેચ્છા પાઠવતા કહ્યું કે “પ્રથમ હંમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચોથ સુંદરીઓ,”

https://www.instagram.com/p/CjqS5MotGv_/?igshid=NzNkNDdiOGI=

Leave a Comment