જ્યારે દુર્ઘટનાની ખબર પડી ત્યારથી તરત જ આરએસએસ અને બજરંગ દળ ના સ્વયંસેવકોએ પોતાની જાન ના જોખમે આખી રાત લોકોની મદદ કરી અને મચ્છુ નદીમાં કૂદીને લોકોને બચાવ્યા. બચાવ કામગીરીની સાથે સાથે સ્થાનિક લોકોએ પણ ઘણી બધી મદદ કરી તથા તંત્ર દ્વારા પણ ખૂબ જ મદદ કરવામાં આવી 140 થી વધુ લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો.
સાથે 2 નવેમ્બરના દિવસે સમગ્ર ગુજરાતમાં રાજ્ય વ્યાપી શોખ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ વાત જાહેર કરવામાં આવી તથા સમગ્ર સરકારી ઇમારતોમાં અડધી કાઠીએ ધ્વજ લહેરાવવામાં આવશે.