આમિર ખાનનો ભત્રીજો ઇમરાન ખાન અને સાઉથની અભિનેત્રી લેખા વોશિંગ્ટન હાથમાં હાથ નાખીને જોવા મળ્યા, શું ઈમરાન ખાનને ફરી પ્રેમ મળ્યો?

ઇમરાન ખાન અને લેખા વોશિંગટન

બોલીવુડ અભિનેતા ઇમરાન ખાન બહુ જ ઓછાં જાહેરમાં જોવા મળે છે. તાજેતરમાં 5 ફેબ્રઆરી, રવિવાર નાં રોજ ઇમરાન ખાન મુંબઈમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. ત્યારબાદ તે અભિનેત્રી લેખા વોશિંગ્ટન સાથે હાથમાં હાથ નાખીને જોવા મળી રહ્યા હતા. આ વાઈરલ વીડિયોએ ડેટિંગની અફવાઓ ફેલાવી છે.

ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં બંને એકબીજાને પ્રેમ કરતા હોય તેવું જોવા મળે છે. જેમાં ઈમરાન બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં કૂલ દેખાઈ રહ્યો છે. જ્યારે લેખા વોશિંગ્ટન બ્લેક-વ્હાઈટ પ્રિન્ટેડ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. વીડિયોમાં તેઓ ભીડમાંથી પસાર થતા જોવા મળે છે. લેખા વોશિંગ્ટન તેનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી. વીડિયોમાં બંનેની કેમેસ્ટ્રી જોઈને એવું લાગી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

લેખા વોશિંગટન

બોલીવુડ અભિનેતા ઇમરાન ખાને આ પહેલાં 2011માં અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ 2014 માં તેમના પ્રથમ બાળક, પુત્રી ઈમારાનું એકસાથે સ્વાગત કર્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અવંતિકા મલિકના ઇમરાન ખાન અને લેખા વચ્ચેના કથિત અફેરના કારણે બંને 2019થી અલગ- અલગ રહે છે. જ્યાં અવંતિકા મલિક પોતાના માતા-પિતા સાથે રેહાવા ચાલી ગઈ હતી. દેખીતી રીતે, તેમના લગ્નને સફળ બનાવવાના બંનેના પરિવારના સભ્યોએ ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ બંનેએ હાર માની લીધી અને બંનેએ અલગ રહેવાનું જ નક્કી કર્યું. અહેવાલો અનુસાર, ઇમરાન અવંતિકા સાથે પાછા ફરવા માંગતો ન હતો અને તેનું વૈવાહિક જીવન ફરી શરૂ કરવા માંગતો ન હતો.

બોલીવુડ અભિનેતા ઇમરાન ખાને 2008માં ફિલ્મ “જાને તુ યા જાને ના”થી પોતાની બોલીવુડ કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેમને મેરે બ્રધર કી દુલ્હન, દિલ્હી બેલી અને આઈ હેટ લવ સ્ટોરીઝ જેવી અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું. ત્યારબાદ તે છેલ્લે 2015માં કંગના રનૌત અભિનીત ફિલ્મ કટ્ટી બટ્ટીમાં જોવા મળ્યો હતો. બાદમાં તે હોલીવુડ થી દૂર રહ્યા અને અભિનયને સંપૂર્ણપણે છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.

દક્ષિણની અભિનેત્રી અભિનેત્રી લેખા વોશિંગ્ટનનાં ભૂતપૂર્વ પતિ પાબ્લો ચેટર્જી અને ઈમરાન ગાઢ મિત્રો હતા. લેખા વોશિંગ્ટને ઈમરાન ખાન સાથે 2013ની ફિલ્મ મટરુ કી બિજલી કા મંડોલામાં કામ કર્યું હતું જેમાં અનુષ્કા શર્મા અને પંકજ કપૂર પણ હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેને એકબીજાની નજીક આવ્યા અને બંને પ્રેમ કરવા લાગ્યા. એ બંનેના અફેરના કારણેને બંને ગાઢ મિત્રો વચ્ચે ઘણી સમસ્યા આવી અને બંને મિત્રો દૂર થઈ ગયા. લેખા મુખ્યત્વે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં દેખાય આવે છે.

Leave a Comment