“અલોન” મ્યુઝિક વીડિયોમાં કપિલ શર્મા અને યોગિતા બિહાની વચ્ચેનાં હાર્ટબ્રેકને દર્શાવે છે.
પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માનું પ્રથમ સિંગલ શીર્ષક ‘અલોન’ આખરે ગુરુવાર, 9 ફેબ્રુઆરીના રોજ બહાર આવ્યું છે. જેમાં ગુરુ રંધાવા અને અભિનેત્રી યોગિતા બિહાની પણ જોવા મળે છે. આ ગીતમાં કપિલ શર્મા અને યોગિતા બિહાની વચ્ચેનાં સારા મિત્રોનો સંબધ દર્શાવવામાં આવ્યો છે. ત્યારબાદ બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાય જાય છે. આ ગીતમાં અંતના ભાગમાં યોગિતા તેને એકલો “અલોન” છોડી જતી રહે છે. જેમાં કપિલ શર્મા હાર્ટબ્રેક ભોગ બને છે તેવું દર્શાવે છે.
“અલોન” ગીત સિંગર ગુરુ રંધાવા દ્વારા લખવામાં આવ્યું છે અને કંપોઝ પણ તેને જ કર્યું છે. જેને ગુરુ રંધાવા અને કપિલ શર્માએ સાથે મળીને ગીત ગાયું છે. કોમેડિયન કપિલ શર્મા નું આ પહેલું ગીત છે જેમાં તેને પણ ગીતને ગાયું છે. આ વિડીયો ગીતનું શૂટિંગ પહાડી વિસ્તારમાં કરવામાં આવ્યું તેવું જોવા મળે છે. કપિલ શર્મા અને યોગિતા બિહાની બ્રિજ પર બાઇક રાઇડ નીકળ્યા હોય ત્યારથી મ્યુઝિક વીડિયોની શરૂઆત થાય છે. ત્યારબાદ લાંબા ફર કોટ અને સનગ્લાસ સાથે જોડાયેલા કાળા કેઝ્યુઅલમાં બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે કપિલ ઉભા રહીને ગીત ગાવાની શરૂઆત કરે છે. ત્યારબાદ ગુરુ રંધાવા પણ પોતાનાં અવાજની ઝલક આપતા તેમની સાથે જોવા મળે છે.
આ વીડિયોમાં આગળ કપિલની ઉદાસીનતા થોડી ખુશીની ક્ષણો પણ જોડાયેલી જોવા મળે છે. ત્યારબાદ કપિલ એક ઘૂંટણિયે પડી જાય છે અને તેણીને રિંગ સાથે પ્રપોઝ કરે છે. યોગિતા તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો કરે છે. ત્યારબાદ તેઓ સાથે એક રાત વિતાવવા માટે આગળ વધે છે. પરંતુ કપિલને નિદ્રામાં જોઇને યોગિતા ફાયદો ઉઠાવીને કપિલને છોડીને ભાગી જાય છે. ત્યારબાદ કપિલ જાગે છે અને જોવે છે તો યોગિતા જોવા મળતી નથી, પછી તેણીને પૂરા ઘરમાં શોધે છે અને જ્યારે તેણે અરીસા પર તેણીનો સંદેશ ‘સોરી xoxo’ વાંચ્યો ત્યારે તેનું હૃદય તૂટી જાય છે. ત્યાં અરીસા પર તેને આપેલી વીંટી અને તેમની તસવીર મુકેલી જોવે છે, જેને હાથમાં લઈને સાઈડમાં બેસે છે. જુઓ વિડિયો ‘અલોન’.
કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા આગામી સમયમાં નંદિતા દાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઝ્વીગાટો‘માં જોવા મળશે. આ ફિલ્મ 17 માર્ચે થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. કપિલ શર્મા 5 વર્ષનાં લાંબા સમયગાળા પછી ‘ઝ્વીગાટો‘ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પુનરાગમન કરશે.