જાણો કેવું છે ટ્રેલર અને ક્યારે રિલીઝ થવાની છે ફિલ્મ
બોલિવૂડમાં અક્ષય કુમાર જ ફક્ત એવા અભિનેતા છે. જે વર્ષમાં ચાર થી પાંચ ફિલ્મ નો ઢગલો કરી દે છે. જેમાંથી અમુક હિટ જાય છે. તો અમુક ફ્લોપ જાય છે.
એમાં પણ આ વખતે અક્ષય કુમારની કિસ્મત ખુબ જ ઓછો સાથ આપ્યો હોય તેવું લાગે છે આ વર્ષે લગભગ તેમની મોટાભાગની ફિલ્મોએ કઈ એવું કામ પાર પાડયું નથી વાત કરીએ સમ્રાટ પૃથ્વીરાજ થી બચ્ચન પાંડે તથા બીજી ઘણી ફિલ્મો માં કંઈ જોઈએ એવું વળતર મળ્યું ન હતું.
તાજેતરમાં જ રામ ભગવાન ઉપર એક ફિલ્મનું ટ્રેલર આવ્યું આદિપુરુષ જેમાં રાવણ ના સ્વરૂપમાં સેફઅલી ખાન નું ભયાનક સ્વરૂપ જોઈને લોકોએ ખૂબ જ વિરોધ દર્શાવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે રામસેતુ ફિલ્મમાં લોકો કેવો અભિપ્રાય આપે છે. આ વખતે ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખુબ જ પસંદ આવ્યુ છે. જેના કારણે અક્ષય કુમારની કિસ્મતનો સિતારો ખુલી શકે છે.
આપને જણાવી દઇએ કે રામસેતુ ફિલ્મ દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબર ના દિવસે સિનેમા ઘરોમાં આવવાની છે. ફિલ્મના ટ્રેલરમાં આપણે જોઈ શકીએ છીએ કે રામસેતુ તોડવાની વાત થાય છે. અને તેના માટે કમિટી બનાવવામાં આવે છે જેમાં અક્ષય કુમાર રોલ ભજવે છે. ફિલ્મના દ્રશ્ય ખુબ જ સુંદર છે અને ડાયલોગબાજી પણ ખૂબ જ સારી છે સંપૂર્ણ ફિલ્મ રામસેતુ પર આધારિત બનાવવામાં આવી છે.