તાજેતરમાં 5 જાન્યુઆરી, ગુરુવાર નાં રોજ બે દિવસ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મુંબઈની મુલાકાત પર હતા. ગુરુવારે, બોલિવૂડની ઘણી હસ્તીઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની બે દિવસની મુંબઈ મુલાકાત દરમિયાન તેમને મળી હતી. આ બેઠક ની મુખ્ય બાબત એ હતી કે પશ્ચિમ યુપીમાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં સ્થિત નોઈડા ફિલ્મ સિટીમાં બોલિવૂડ માટેની શક્યતાઓ પર ચર્ચા કરવાનો હતો. આ બેઠકમાં સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર, સુભાષ ઘાઈ, જેકી શ્રોફ, રાજકુમાર સંતોષી, મનમોહન શેટ્ટી, જેકી ભગનાની, બોની કપૂર અને અન્ય ઘણી બૉલીવુડની હસ્તીઓ જોવા મળી હતી. જેમાં બોલીવુડને લઈને ઘણાં મુદ્દા પર ચર્ચા થઈ હતી.
https://twitter.com/sunielshetty_fc/status/1611077899930537986?s=46&t=qLfwoC41fSeEkeGK4nia4A
અહેવાલો મુજબ,સુનીલ શેટ્ટીએ UP ના CM યોગી આદિત્યનાથને તેમની તાજેતરની મીટિંગ દરમિયાન બોલિવૂડના વલણોના બહિષ્કાર અને બીજી અન્ય સમસ્યા વિશે વાત રજૂઆત કરી હતી. અભિનેતા સુનીલ શેટ્ટીએ બહિષ્કાર ઝુંબેશનાં કારણે બોલિવૂડ પર પડેલી અસર વિશે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રેક્ષકોને થિયેટરોમાં પાછા લાવવાની સાથે સાથે બોલીવુડ/હિન્દી સિનેમાના લોકો પ્રત્યેની ધારણાને બદલવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. સુનીલ શેટ્ટીએ કહ્યું, “હું આ હેશટેગ #BoycottBollywood વિશે વાત કરવા માંગુ છું. જો તમે તેના વિશે કંઈક કહો છો, તો આ બંધ થઈ જશે. લોકોને જણાવવું મહત્વપૂર્ણ છે કે અમે પણ ઘણું સારું કામ કર્યું છે,” શેટ્ટીએ વધુમાં કહ્યું કે “બોલિવૂડમાં 99 ટકા લોકો સારા છે, અમે આખો દિવસ ડ્રગ્સ લેતા નથી” અને “અમે સારી વસ્તુઓ સાથે પણ જોડાયેલા છીએ”.
https://twitter.com/sunielshetty_fc/status/1611268286032797696?s=46&t=XmL3U-PjFxpLlY8fgEGM4g
અભિનેતા સુનીલ શેટ્ટીએ બોલિવૂડ પ્રત્યે ભાવના વ્યક્ત કરી કે બોલીવુડે પણ કેટલીક સારી ફિલ્મો બનાવી છે, પરંતુ લોકોમાં હવે બોલિવૂડ પ્રત્યે નકારાત્મક ધારણા કેળવી છે, જેને બદલવાની જરૂર છે. આપણે બધાંને સાથે મળીને આગળ આવવાની જરૂર છે અને #boycottbollywood હેશટેગથી કેવી રીતે છુટકારો મેળવવો તે શોધવાની જરૂર છે. આપણે આ વલણને કેવી રીતે દૂર કરી શકીએ તે શોધવું જરૂરી છે. સુનીલ શેટ્ટીએ સીએમ યોગીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બૉલીવુડ વિરોધી ઝુંબેશની ચર્ચા કરવા પણ કહ્યું હતું.