થાલપતી વિજય અને રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ વરિસુ 11 જાન્યુઆરીનાં રોજ પોંગલ સપ્તાહ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. તામિલનાડુમાં પોંગલ સપ્તાહનાં અંતે સોમવાર અને મંગળવારે જાહેર રજા હતી જેથી આ ફિલ્મ એ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી છે. વરિસુ ફિલ્મએ વિશ્વભરમાં 7 માં દિવસે બોક્સ ઓફિસ પર અંદાજિત 20 થી 22 કરોડ કમાણી કરી છે. આ ફિલ્મ ને જાહેર રજાના કારણે સારો એવો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીની વાત કરીએ તો આ ફિલ્મએ વિશ્વભરમાં બોક્સ ઓફિસ ઉપર કુલ ગ્રોસ કલેક્શન 209 થી 211 કરોડની અંદાજિત કમાણી કરી છે.
પહેલા 7 દિવસનાં વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શન ઉપર નજર કરીએ…
પહેલા દિવસનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન
—– 47.51 કરોડ
બીજા દિવસનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન
—– 26.22 કરોડ
ત્રીજા દિવસનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન
—– 21.30 કરોડ
ચોથા દિવસનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન
—– 33.20 કરોડ
પાચમાં દિવસનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન
—– 32.10 કરોડ
છઠ્ઠા દિવસનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન
—– 28.35 કરોડ
સાતમાં દિવસનું વિશ્વભરમાં કુલ ગ્રોસ કલેક્શન
—– 22.10 કરોડ
ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં અહેવાલ મુજબ આ ફિલ્મનું ટોટલ બજેટ 280 કરોડ છે. આ બજેટમાં અભિનેતા વિજયનો પગાર અંદાજિત ₹150 કરોડ અને રશ્મિકાને 4 કરોડ મળે છે. આ બજેટમાં ફિલ્મનો ટોટલ પ્રમોશનનો ખર્ચ સામેલ કરવામાં આવ્યો છે.
ફિલ્મ ની વાત કરીએ તો
થાલપથી વિજય અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મ એક પારવાહિક ફિલ્મ છે. આ ફિલ્મ એક બિઝનેસ મેન પરિવારની આસપાસ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં સંગીતા, આર સરથ કુમાર, પ્રકાશ રાજ અને યોગી બાબુ સહાયક ભૂમિકાઓમાં જોવા મળે છે. આ ફિલ્મનું દિગ્દર્શન લોકપ્રિય તેલુગુ દિગ્દર્શક વામશી પૈડિપલ્લીએ કર્યું છે. આ ફિલ્મનાં નિર્માતા દિલ રાજુ છે, જેને શ્રી વેંકટેશ્વર ક્રિએશનના બેનર હેઠળની ફિલ્મને સમર્થન આપ્યું છે. આ ફિલ્મમાં એસ થમને ફિલ્મનું સંગીત આપ્યું છે.