કંતારા ફિલ્મ ઋષભ શેટ્ટીએ લખી છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટીએ આ ફિલ્મ માં અભિનય કર્યો છે અને ફિલ્મ ના દિગ્દર્શક તે જ છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ સિનેમાઘરો માં રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે બોક્સ ઓફીસ ઉપર આ ફિલ્મ હિન્દી ભાષામાં સ્થિર ચાલી રહી છે. આ ફિલ્મ એ વિશ્વભર માં છેલ્લા ૩૫ દિવસમાં લગભગ ૩૦૫ કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે હિન્દી ભાષામાં પણ બોક્સ ઓફીસ પર ૫૦ કરોડ આંકડો પાર કરી ચૂકી છે.
જાણો કાંતરા ફિલ્મ નું બજેટ….
આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી એ જ અભિનય કર્યો છે. આ ફિલ્મ દેવા/ભૂત કોલા પરંપરાનું અને જમીનના વિવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું બજેટ ૧૬ કરોડનું છે. ૧૬ કરોડ બજેટમાં પણ સારી ફિલ્મ બનાવીને ઋષભ શેટ્ટી સારી એવી કમાણી કરી રહ્યા છે. આ જોઈ બીજા દિગ્દર્શક પણ સારી એવી પ્રશંસા કરી રહ્યા છે.
જાણો કાંતરા ફિલ્મ નું IMDB રેટિંગ…..
‘કાંતારા’ ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન 300 કરોડને પાર પોહચી ગયું છે. KGF-2 પછી સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મ બની છે. અહેવાલો અનુસાર કાંતરા ફિલ્મ આગામી થોડા અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં ચાલુ રખાશે. આ ફિલ્મ ચાહકો ની મનપસંદ ફિલ્મ બની જેના કારણે ફિલ્મનું IMDB રેટિંગ ૯.૧/૧૦ મળ્યું છે.
ફિલ્મ નું વર્લ્ડવાઇડ કલેક્શન
આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ કરી ત્યારે શરૂઆતમાં ફિલ્મની કમાણી ધીમી રહી હતી ત્યાર બાદ ફિલ્મને સારી એવી કમાણી થવા લાગી હતી. આ શાનદાર કમાણી થવાના કારણે ઋષભ શેટ્ટીએ ૧૪ ઓક્ટોબરે આ ફિલ્મને હિંદી, તેલુગુ, તમિલ ભાષમાં સિનેમાઘરો રિલિઝ કરી હતી. આ ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન ૩૦૦ કરોડને પાર પોહચી ગયું છે. જેને બાહુબલી મૂવીના કલેક્શન પણ બાજી મારી લીધી છે.
કંતરા ફિલ્મનું ૩૬ માં દિવસ નું કલેક્શન :-
૩.૨૫ કરોડ નું વર્લ્ડવાઇડ કલેક્શન
હિન્દી ભાષા માં- ૨.૧ કરોડ નું કલેક્શન
ફિલ્મ ના સમીક્ષા પર પણ નજર કરીએ
તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ તેમની ટીમ સાથે ફિલ્મ જોઈ હતી. ફિલ્મ જોઈને નાણાંમંત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી ને લખ્યું કે “સ્વયંસેવકો અને શુભેચ્છકોની ટીમ સાથે બેંગલુરુમાં #KantaraMovie નિહાળી. સારી રીતે બનાવેલ @shetty_rishab (લેખક/દિગ્દર્શક/અભિનેતા). આ ફિલ્મ તુલુવનાડુ અને કરવલીની સમૃદ્ધ પરંપરાઓને કેપ્ચર કરે છે,”
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે પણ ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું કે ‘કંતારા’ જેવી નાના બજેટની ફિલ્મને જોરદાર સફળતા મળી રહી છે અને ઘણા લોકો માટે પ્રેરણારૂપ બની છે. અન્ય ફિલ્મ નિર્માતાઓને કન્નડ ફિલ્મની સફળતાની નોંધ લેવાનું પણ કહ્યું.